જાણો કોણ છે આ ચાર લોકો, જે અવકાશયાત્રી નથી પરંતુ પૈસાનાં દમ પર ગયાં છે…

અબજોપતિ એરોનેટ રિચાડઁ બ્રેસ્નન અને અેમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ પછી ફરી કેટલાંક અરબપતિ લોકો અંતરિક્ષ જવા માટે તૈયાર છે. આ વખતે ખાસ વાત એ છે કે સ્પેસ એકસ તરફથી ઓલ સિવિલિયન ક્રૂન સ્પેસમાં મોકલવામાં આવી છે.

1. જેયર્ડ ઈસાકમેન:
આ ખાસ ક્રૂની જવાબદારી ઈસાકમેનની હશે. જે ઈ-કોમર્સ ફર્મ Shift4 Paymentsના ફાઉન્ડર અને સીઈઓ છે. તેમણે વર્ષ 1999માં પોતાના ઘરના બેઝમેન્ટથી કંપનીની શરૂઆત કરી હતી. ખાસ વાત એ છે કે તે સમયે ઈસાકમેન માત્ર 16 વર્ષના હતા. હવે તેમની કંપની 1200 કર્મચારીઓની સાથે લીડિંગ પેમેન્ટ ટેકનોલોજી કંપની છે. ઈસાકમેનને ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રભાવશાળી બિઝનેસ લીડર્સમાંથી એક માનવામાં આવે છે.

2. હેયલી આર્કેનો:
આ ક્રૂમાં સૌથી વધારે ચર્ચા હેયલીની થઈ રહી છે. એક તો પોતાની ઉંમરના કારણે તેને ખાસ ઓળખ મળી રહી છે. જોકે 29 વર્ષની હેયલી અંતરિક્ષમાં જનારી સૌથી નાની ઉંમરની અમેરિકી નાગરિક બનશે. તે કેન્સર સર્વાઈવર છે. જેણે બોન કેન્સરને માત આપી છે.

3. ક્રિસ સેમ્બ્રોસ્કી:
સ્પેસ એક્સની વેબસાઈટ પ્રમાણે આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 42 વર્ષના ક્રિસ અમેરિકી એરફોર્સના પાઈલટ રહ્યા છે. અને બાળપણથી સ્પેસ સાથે જોડાયેલ મિશનમાં તેમની રૂચિ રહી છે. પોતાના કોલેજ ટાઈમમાં તે અનેક સ્પેસ પ્રોગ્રામ સાથે જોડાયેલા રહ્યા છે.

4. શોન પ્રોક્ટર:
સ્પેસ એક્સ અનુસાર 51 વર્ષીય પ્રોક્ટર એરિઝોનાના એક કોલેજમાં જિયોલોજીના પ્રોફેસર છે. સાથે જ તેમની ઓળખ જિયોસાઈન્ટિસ્ટ, એક્સપ્લોરર, સાયન્સ કમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટ તરીકે પણ છે. તેમના પિતા પણ નાસા સાથે જોડાયેલા રહ્યા છે અને તેમણે એનલોગ એસ્ટ્રોનોટની ભૂમિકા ભજવતાં ચાર એનાલોગ મિશન પૂરું કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.