રાજ્યમાં કોરોના ની ત્રીજી લહેર સામે લડવા સરકારે રસીકરણ અભિયાન તેજ બનાવ્યું છે.આમ જોવા જઈએ તો રાજ્ય સરકાર કોરોના ની બીજી લહેર સામે લડવામાં નિષ્ફળ રહી છે, ત્યારે હવે રવિવારે રજા નહીં પણ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. કોરોનાની સંભવિત ખતરો તોળાઈ જ રહ્યો છે. એવામાં કોરોના ની ત્રીજી રહેલા વધુને વધુ લોકોને રસીકરણ માં આવતી લેવા રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. હવે રસીકરણ કેન્દ્ર પર રજા રહેશે નહીં પરંતુ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવશે.
https://www.youtube.com/watch?v=gFHsdGHrX44
ગુજરાતમાં એક બાજુ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લાઓ એવા છે જયાં શૂન્ય કેસ છે. રાજ્યમાં 28 જુલાઇના રોજ કોરોના નવા કેસ 30 નોંધાયા છે. આ દરમિયાન 24 કલાકમાં 57 દર્દીએ કોરોના ને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિકવરી રેટ સુધરીને 98.74 ટકા થયો છે. રાજ્યમાં ગઈકાલ સાંજના 5 વાગ્યા સુધીમાં 370160 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 110 લોકોને પ્રથમ અને 8373 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 64615 લોકોને રસીનો પ્રથમ અને 63370 લોકોને રસીનો બીજો ડોઝ આજ અપાયો હતો. 18-45 વર્ષના 187414 લોકોને રસીનો પ્રથમ અને 45282 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં ગઈકાલે કુલ 3,69,164 લોોકનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,21,75,416 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.
https://www.youtube.com/watch?v=IMD30IkzG8U
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.