બિહારમાં અગ્નિપથ સ્કીમ સામેના વિરોધના પગલે ઠેર ઠેર હિંસક દેખાવો થઈ રહ્યા છે અને દેખાવકારો સૌથી વધારે નુકસાન સાર્વજનિક સંપત્તિને પહોંચાડી રહ્યા છે. કેન્દ્ર સરકારની આર્મી ભરતી માટેની નવી અગ્નિપથ યોજનાના વિરોધમાં ઠેર ઠેર રસ્તાઓ પર ટોળા ઉતર્યા છે.ખાસ કરીને બિહારમાં તેની સામે સૌથી વધારે વિરોધ થઈ રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે આજે પણ બિહારમાં વિરોધ ચાલુ છે અને તેમાં દરભંગામાં તો પથ્થરમારા વચ્ચે સ્કૂલ બસ ફસાઈ જતા નાના બાળકો ભયથી રડવા માંડ્યા હતા અને આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હિંસક દેખાવો વચ્ચે રસ્તા ઠેર ઠેર બંધ થઈ જતા આ સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. તેમાં તે વખતે ચાર થી પાંચ બાળકો હતો. બસની ચારે તરફ તોફાનીઓ દેખાવો કરી રહ્યા હતા અને તે વખતે બસમાં બેઠેલા બાળકો બહારના દ્રશ્યો જોઈને રડવા માંડ્યા હતા અને એ પછી પોલીસને દરમિયાનગીરી કરતા બંધ કરાયેલા રોડ વચ્ચેથી બસને સહીસલામત બહાર કાઢવામાં આવી હતી.
કેન્દ્ર સરકારના મંત્રી અને બિહારના નેતા ગિરિરાજ સિંહે આક્ષેપ કર્યો છે કે, આરજેડીના ગુંડાઓ આ હિંસા કરાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને આગળ કરીને આ હિંસા કરવામાં આવી રહી છે. દરમિયાન આરજેડી દ્વારા આ સ્કીમના વિરોધમાં આજે બંધનુ એલાન આપવામાં આવેલુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.