નર્મદા કેવડિયા(NARMADA KEVADIYA) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ(NATIONAL UNITY DAY) થી ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(NARENDRA MODI) પણ ખુદ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી(STATUE OF UNITY) માં મુલાકાતીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય હતો. તે બદલવામાં આવ્યો છે.
દિવાળીના તહેવારોને લઈ પ્રવાસીઓ માટે ખુલ્લું જ રખાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી. મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં થનારી એકતા દિવસ ની ઉજવણી ને ધ્યાને રાખીને ૨૮ઓક્ટોબર થી ૧ નવેમ્બર સુધી બંધ રહેનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે સામાન્ય નાગરિકો માટે જ ખુલ્લું રહેશે.
https://www.youtube.com/watch?v=6SH-RLGNwxw
પ્રવાસીઓની માંગ અને નજીક આવતા દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રદર્શનો ચાલુ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
૩૦ ઓકટોબરે મોદી આવશે કેવડિયા..
જો કે પીએમ મોદી સરદાર જયંતીની આગલી સાંજે ગુજરાત આવી જશે. અને ૩૦ ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે રાત્રી રોકાણ કરશે. વડાપ્રધાન મોદી તે સાંજે જ નર્મદા આરતી ધાટનું પણ લોકાર્પણ કરશે. તેમજ વહેલી સવારે સરદાર પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી વિવિધ પ્રકલ્પો અને ખાતમૂહૂર્ત ના કાર્યક્રમ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.