પેપરલીક મામલે 11 સામે FIR, ચેરમેન અસિત વોરાનો ફરીથી આબાદ બચાવ જાણો કેમ તેને બચાવમાં આવી રહ્યા. છે?

હેડ ક્લાર્કની ભરતી પરીક્ષાનુ પેપરલિક થયાના છઠ્ઠા દિવસે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં  IPC હેઠળ સરકાર અને ઉમેદવારો સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત અને ષડયંત્ર સબબ ગુનો દાખલ થયો છે. જેમાં ભાજપ સાથે સંકળાયેલા ડોક્ટર, શિક્ષક જેવા વેલસેટેડ 11 માલેતૂજારો પૈકી 6 આરોપીઓને પોલીસે પકડયા છે. પરંતુ, આ તમામ નાની માછલીઓ વચ્ચે પ્રશ્નપત્રની ગૃપ્તતા અને પારદર્શક ભરતી પરીક્ષાની પ્રક્રિયા માટે જેમની મુખ્ય જવાબદારી બને છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ-  ચેરમેન અસિત વોરાનો ફરી આબાદપણે સરકારે બચાવ કર્યો છે.

બે વર્ષ પૂર્વે વર્ષ 2020ના ડિસેમ્બરમાં બિન સચિવાલય ક્લાર્કની ભરતીમાં પેપરલીક થયુ ત્યારે પણ અસિત વોરા સામે કોઈ જ કાર્યવાહી થઈ જ નહોતી. ભાજપ સરકારના આ વલણ સામે સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનતરત લાખો ઉમેદવારો અને તેમના પરીવારોમાં ભારે રોષ ભભૂક્યો છે. જેને હવે ઠારવા ભાજપ સરકારે સંગઠીત ગુનાને આંતકવાદમાં ખપાવતા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ- ગુજસિટોકની કલમો ઉમેરવા તજવીજ હાથ ધર્યાનું જાણવા મળ્યુ છે.

GSSBની હેડ ક્લાર્કની 186 જગ્યા માટે 88,140થી વધારે ઉમદેવારોએ રવિવારે પરીક્ષા આપી હતી. પેપર લિકેજકાંડનો પુરાવા સાથે ભાંડો ફોડનારા એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાએ પ્રાંતિજ, હિંમતનગરમાં 47 સહિત વિસનગરના બાસણા, સુરેન્દ્રનગરના લીંબડી, ભાવનગર, કચ્છ, વડોદરા સુધીના નેટવર્કમાં 225 જેટલા ઉમેદવારો સુધી આન્સર- કી પહોંચ્યાનો દાવો કર્યો છે. બીજી તરફ સાબરકાંઠા પોલીસે લાખો રૂપિયામાં પેપર અને તેના આન્સર-કીના વેચાણ સંદર્ભે શુક્રવારની પરોઢે 4 કલાકે LCB પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં  ઈન્સ્પેક્ટર એમ.ડી.ચંપાવતે ફોજદારી ગુનો નોંધ્યો હતો. જેની સત્તાવાર જાહેરાત કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્રકારોએ પેપરલિક કરનાર મુખ્ય સુત્રધાર કોણ છે ?  GSSBના ચેરમેનપદેથી તેમની સરકાર અસિત વોરાની  હકાલપટ્ટી કેમ કરતી નથી ? તેવા સવાલો પુછતા તેમણે પોલીસ તપાસ ચાલુ હોવાનું જણાવીને સરકાર કોઈને છોડાશે નહી એવો જવાબ વાળ્યો હતો. મોડી સાંજે પ્રાપ્ત વિગત અનુસાર પોલીસે વધુ બે આરોપીઓની પણ ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે 11 પૈકી બે આરોપીઓ હજી પણ પોલીસની પહોંચથી બહાર છે.

મહેનતકશ યુવાનોનું ભવિષ્ય વેચનારા દલાલો..?

જયેશ ઈશ્વર પટેલ : મૂળ ઊંછા ગામનો અગાઉ પ્રાંતિજમાં ફ્રેન્ડ્સ ગ્રુપના નામે એક કા ડબલની સ્કિમમાં ગરીબોના રૂપિયા પડાવી ચૂક્યો છે.

જશંવત હરગોવન પટેલઃ ઊંછાના ગામના આધેડે પરીક્ષામાં ઉમેદવાર પુત્ર દેવલ માટે પેપર ખરીદ્યુ અને બીજાને લાખોમાં વેચાણ પણ કર્યું !

દેવલ જશંવત પટેલ : મહેનત વગર લાખો રૂપિયા ચૂકવીને ખરીદેલી આન્સર- કીથી પરીક્ષા આપનારા, ભાજપના મહેન્દ્ર એસ.પટેલનો જમાઈ

ઘ્રુવ ભરત બારોટ : મૂળ બેરણા, હાલ હિંમતનગર. દેવલ પાસેથી ખરીદેલુ પેપર પોગલુમાં મહેન્દ્ર એસ.પટેલના ઘરે સોલ્વ કરનાર પૈસાદાર ઉમેદવાર.

મહેશ કમલેશ પટેલ : મૂળ કાણિયોલ, હાલ રાણીપ અમદાવાદમાં રહેતા આ ઉમેદવારે લાખો રૂપિયા ચૂકવીને આન્સર-કી ખરીદીને પરીક્ષા આપી.

ચિંતન પ્રવિણ પટેલ : પ્રાંતિજના વદરાડનો આ ઉમેદવાર હિંમતનગર- અમદાવાદ હાઈવે પર મજરા ચોકડી ઉપર પશુઓની દવાઓ વેચાણ કરે છે.

કુલદિપ નલિન પટેલ : હિંમતનગરના કાણિયોલનો આ દલાલે સ્થાનિક પાંચ ઉમેદવારોને પેપર વેચ્યુ. વધુ રૂપિયા કમાવવા છેક વિસનગર પહોંચતુ કર્યુ.

દર્શન કિરીટ વ્યાસ : રાજબસેરા બંગ્લોઝ, હિંમતનગરમાં રહેતા આ દલાલે દેવલ પટેલના રૂટથી આવેલા પેપર સાથે ઉમેદવારને વડોદરા પહોંચતો કર્યો.

સતિષ ઉફ્રે હેપ્પી પટેલ : પાટના કુવા, તલોદમાં રહેતા હેપ્પીએ વિસનગરના બાસણામાં પપેર વેચ્યુ, ઉમેદવારો સાથે બેસીને આન્સર-કી સોલ્વ કરાવી.

સુરેશ રમણ પટેલ : મૂળ કુંડોલ, હિંમતનગરના સુરેશ પટેલે રાજબસેરાના દર્શન વ્યાસ મારફતે ખરીદેલુ પેપર ગાંધીનગરના ઉમેદવારો માટે મોકલ્યુ.

મહેન્દ્ર એસ.પટેલ : તેઓ પ્રાંતિજના પોગલુમાં સરપંચની ચૂંટણી લડી રહ્યા છે. જમાઈ દેવલને સરકારી અધિકારી બનાવવા પેપર ખરીદ્યુ અને વેચ્યુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.