સુરત એક ઔદ્યોગિક શહેર છે અને અવારનવાર અલગ-અલગ જગ્યાએ મોટા પાયે કારખાનાઓમાં આગ લાગવાના બનાવો બને છે અને લિંબાયત વિસ્તારમાં આજે સવારે સાડી-લેસના કારખાનામાં આગ લાગી હતી. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.
સાડીના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી.
લિંબાયત વિસ્તારના ગોવિંદનગર ખાતે આવેલી રેનીશ સિન્થેટીક ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં તેના પરની સાડી અને લેસનો જથ્થો જંગી હતો. જેના કારણે થોડી જ વારમાં આગ ફેલાઈ ગઈ હતી અને ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો.
ફેક્ટરીમાં કચરાના ઢગલાને કારણે આગ લાગવાની શક્યતા છે
ફેક્ટરીના પાછળના ભાગમાં કચરો સળગ્યો હતો અને જેના કારણે કોઈ કારણોસર ફેક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ આગ લાગી હતી. ત્રણ માળની ફેક્ટરીમાં આગ મિનિટોમાં ફેલાઈ ગઈ હતી. સાડીમાં વપરાતી સામગ્રી પેટ્રોલિયમ પ્રોડક્ટ હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાય છે જેમાં ખૂબ જ ધુમાડો નીકળતો હતો. આસપાસના કારખાનાઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢે જણાવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં આગની જાણ થતાં જ ફાયર સ્ટેશનનું વાહન અને માન દરવાજા ફાયર વિભાગની ગાડી આગ પર કાબૂ મેળવવા માટે પહોંચી હતી અને ગોડાઉનની પાછળના શટરને કારણે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. ફેક્ટરી સાંકડી ગલીમાં હોવાના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. ફાયર ફાઈટરોને પણ અંદર જવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. જેમાં અવારનવાર સમય વેડફાય છે. આજે ગોડાઉનમાં લાગેલી આગ ઓલવવા જતાં આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે ઘટનાસ્થળે પહોંચી થોડીવારમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થયું હોવાનું જણાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.