ગુજરાતમાં (GUJARAT) લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે ગ્રામ પંચાયતની (GRAM PANCHAYAT) ચૂંટણી (ELECTION) આજે જાહેર કરવામાં આવી હતી. ૧૦૮૭૯ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન (PLANING) જાહેર કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણી ૧૯ ડિસેમ્બરે (DECEMBER) આયોજિત કરવામાં આવશે. નોટિફિકેશનની (NOTIFICATION) જાહેરાત ૨૯ નવેમ્બરે આયોજિત થશે.
ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર રખાય છે. જે પણ પંચાયતોમાં ચૂંટણી છે.ત્યાં આજથી આચારસંહિતા લાગુ કરી દેવાઇ છે. પંચાયતની ચૂંટણીઓનાં પરિણામ ૨૧ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જોકે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત આ વખતે સરપંચની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય આ નિર્ણયના કારણે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે. જોકે આ વખતે ઇવીએમના બદલે મત પેટી થી મતદાન યોજાશે.
જે સૌથી મોટી બાબત કહી શકાય કે પૂરતા પ્રમાણમાં ઇવીએમ નહીં હોવાને કારણે આ બેલેટ પેપરથી ચૂંટણી કરવાનો નિર્ણય લેવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.