બોટાદના પળિયાદ તાબેના નાના ભડલા ગામે રહેતા ૬૧ વર્ષીય કરશન જીવાભાઇ ભરાડિયા અને તેમના સાઢુભાઇ રાણા રવજીભાઇ મેર રાણાભાઇના બુલેટ પર પાળિયાદથી ખેતરના ઓજાર લઇને ચોરવીરા ગામે જઇ રહ્યા હતા અને આ સમયે પાળિયાદ-લીંબોડાના રસ્તે પીપળીયા ગામના સિમાડે પહોંચતા એક બાઇક અને એક ફોરવ્હીલમાં આવેલા લાલા દડુભાઇ ભાભળા, યુવરાજ મનુભાઇ ખાચર અને બે અજાણ્યા શખ્સોઓ આવીને બુલેટની સાથે કાર ભટકાવી હતી, જેને લઈને બંને સાઢુભાઇએ ગંધ આવી જતા જીવ બચાવવા માટે તારફેન્સીંગ વાળી વાડી તરફ દોડ મૂકી હતી અને આ દરમિયાન લાલા ભાભળા નામના શખ્સે તેની પાસે રહેલી હાથ બનાવટની બંદૂકમાંથી પ્રથમ કરશનભાઇ ઉપર એક રાઉન્ડમાં ફાયરિંગ કરતા મિસ થઇ ગયું હતું. ત્યારબાદ તેમના સાઢુભાઇ રાણાભાઇ ઉપર પણ ફાયરિંગ કરતા બંદૂકની બુલેટ હાથમાં વાગી ગઇ હતી જેથી તેઓને લોહિયાળ ઇજા થઇ હતી.
જ્યારે બે રાઉન્ડમાં ફાયરિંગ કરી ચારેય શખ્સો પોતાના વાહનો લઇને નાસી ગયા હતા અને આ બનાવમાં ઇજા પામેલા રાણાભાઇને સારવાર અર્થે બોટાદની સબીહા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યારે ધોળા દિવસે ફિલ્મીઢબે પીછો કરી હત્યાના ઇરાદે થયેલા ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે કરશનભાઇ એ ચારેય શખ્સો સામે પાળીયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને સાડા ત્રણ દાયકા પહેલા થયેલા ખૂન બાદ બે પરિવાર વચ્ચે કાયમી દુશ્મનાવટ ઉભી થઇ હતી અને નોવી ગામના શખ્સોએ ખૂન કા બદલા ખૂનની જેમ અગાઉ વર્ષ ૨૦૦૯માં પણ કરશનભાઇ પર હુમલો કર્યો હતો. તે સમયે કરશનભાઇએ પોલીસ કેસ નોંધાવ્યો ન હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.બોટાદ તાલુકનાના નાના ભડલા ગામે ૩૫ વર્ષ પૂર્વે થયેલી હત્યાનું વેર વાળવા માટે ચાર શખ્સોઓ બે સાઢુભાઇની બુલેટનો પીછો કરી પીપળીયા ગામમી સીમમાં બંને ઉપર બે રાઉન્ડમાં ફાયરિંગ કર્યું હતું. જે ઘટનામાં એક વ્યક્તિને હાથના ભાગે ગોળી વાગી જતા બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.