૧૫ ઓગસ્ટ પહેલાં લાલ કિલ્લાને જવાનો અને ટેક્નોલોજીથી સજજ કરવામાં આવ્યો. જાણો કેટલાક જવાનો હશે…

હવેથી થોડા કલાકો બાદ ભારત આઝાદીની ૭૫મી વર્ષગાંઠ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પરથી તિરંગો ફરકાવશે. આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ને કોઈ ખલેલ ન પહોંચે તે માટે આખી દિલ્હી છાવણીમાં ફેરવાઇ ગઇ છે.લાલ કિલ્લાની આસપાસ ખાસ તૈયારી કરવામાં આવી છે. લાલ કિલ્લાની આસપાસ સુરક્ષા નો એટલો કડક બંદોબસ્ત અને પહેરો કરી દેવામાં આવ્યો છે, કે પક્ષી પણ ત્યાં ફરી નહીં શકે.

https://www.youtube.com/watch?v=_4_zYNOKAXo&t=1s

લાલ કિલ્લાની આસપાસ 9 એન્ટ્રી ડ્રોન રડાર તૈયાર કરવામાં આવ્યા છે. ચહેરા ની ઓળખ સાથે 300 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. લાલ કિલ્લાના મુખ્ય દરવાજાથી બહાર મોટા કન્ટેનર મૂકવામાં આવ્યા છે. જેથી લાલ કિલ્લાની સામે થી ન જોઈ શકાય તે માટે લગભગ ૧૫ થી ૨૦ કન્ટેનર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૫૦૦૦ સૈનિકો માત્ર લાલ કિલ્લાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે.આ સિવાય સમગ્ર દિલ્હીમાં ૪૦ હજારથી વધુ સુરક્ષા કર્મીઓ તેના સાવચેતીના ભાગરૂપે સુરક્ષા માટે તૈનાત રહેશે. દરેક વાહનોની ચોકસાઈથી તપાસ કરવામાં આવશે.

આ વર્ષે કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદ પર બેઠેલા ખેડૂતો પોલીસ માટે મોટો પડકાર છે.૨૬ જાન્યુઆરીએ ખેડૂતોના આંદોલન દરમિયાન ઉગ્ર હિંસા થઈ હતી.જેના કારણે આ વખતે શક્ય તેટલા પ્રયત્ન છે કે કોઈ પણ બેદરકારી રાખવામાં ન આવે.

https://www.youtube.com/watch?v=OJYdcznV5NE

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.