મોડાસાના ટિંટોઈમાં પેરા મિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ, ચૂંટણીને લઇને પોલિસ સતર્ક

ચૂંટીને લઇને પોલિસ અને પેરા મિલિટરી ફોર્સની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ

News Detail

હાલ વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે. ત્યારે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ ખાસ જરૂરી છે. ત્યારે જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં સીમા શસ્ત્ર દળ અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. અરવલ્લી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઇને અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ સતર્ક બન્યું છે. અલગ અલગ ટીમ બનાવી દેવાઈ છે ત્યારે પેરા મિલિટરી ફોર્સને પણ ઉતારવામાં આવી છે ત્યારે ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

મોડાસા તાલુકાનું ટીંટોઇ સૌથી મોટું ગામ અને વધારે બુથ ધરાવતું ગામ છે. ત્યારે સરકારી ચૂંટણી તંત્ર દ્વારા ટીંટોઇના તમામ બુથ સંવેદનશીલ તરીકે મુકવામાં આવ્યા છે.જેમાં ચૂંટણી દરમિયાન આવા બુથ પર અને વિસ્તાર માં કોઈ અસામાજિક તત્વો દ્વારા એવી કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ના થાય તે માટે ચૂંટણી અગાઉ સીમા શસ્ત્ર દળ અને પોલીસ દ્વારા ટીંટોઇ નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેના કારણે અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.

આ સાથે જ મોડાસા ગ્રામ્ય પીઆઈ ની ટીમ દ્વારા પણ ટીંટોઈ ગામની મુલાકાત લેવામાં આવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનો પણ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.