કોરોનાની મહામારી વચ્ચે ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી હોવાથી ઘણી બધી એરલાઇન કંપનીઓ પોતાની ફ્લાઇટો અમુક મુદત સુધી રદ્દ કરી દીધી છે. આગામી ૨૦ એપ્રિલથી અમદાવાદ એરપોર્ટ ના રનવે રીસરફેસિંગનું કામ શરૃ થવાનું હોવાથી ૧૦ દિવસ બંધ રહેશે.
આ રનવે આગામી ૩૦ તારીખ સુધી આ નક્કી કરેલા સમય દરમ્યાન બંધ રહેશે. આમ, છ કલાક રન-વે બંધ રહેવાથી ડોમેસ્ટિક સેક્ટરની અવરજવર કરતી ૫૪ જેટલી ફ્લાઇટોને અસર થશે જ્યારે પાંચ જેટલી ફ્લાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જ્યારે ઇન્ડિગો મુંબઈ અને દિલ્હીની ત્રણ ફ્લાઇટોને ડાઇવર્ટ કરી વડોદરા એરપોર્ટ પરથી ઓપરેટ કરાશે. ટ્ જેટની જેસલમેર ફ્લાઇટ સવારે ૭ઃ૦૦ અને સ્ટાર એરની અમદાવાદ કિશનગઢની ફલાઇટ સવારે ૧૦ ઃ ૪૪ કલાકે રવાના થશે. આમ અનેક ફ્લાઈટો રદ થવાથી મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
અદાણી મેનેજમેન્ટ કહેવું છે કે કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે હાલમાં પણ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા ઘણી ઓછી છે ત્યારે અમે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે અમે આ ૨૦ થી ૩૦ એપ્રિલ દરમ્યાન સવારે ૧૧થી ૫ દરિમયાન રનવે બંધ રાખવાનું નક્કી કર્યું છે. પરંતુ ૨૪મીએ ના રોજ રન-વે શરૃ રહેશે. જેની અમે તમામ એટલે કંપનીઓને જાણ કરી દીધી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.