ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર ‘બિગ સેવિંગ ડેઝ’ સેલ ચાલી રહ્યો છે. 21 ડિસેમ્બર સુધી ચાલનારા આ સેલમાં ઈલેક્ટ્રોનિક આઈટેમ્સ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે સ્માર્ટફોન ખરીદવા માગો છો પરંતુ તમારું બજેટ 10 હજાર રૂપિયાની અંદર છે તો તમને આ સેલમાં 7 હજાર રૂપિયાની રેન્જમાં ઘણા સ્માર્ટફોન મળી જશે. આ રેન્જમાં ફ્લિપકાર્ટ પર કયા સ્માર્ટફોન અવેલેબલ છે
SBI કાર્ડ પર 10% ડિસ્કાઉન્ટ મળશે
ફ્લિપકાર્ટના આ સેલમાં SBIના ગ્રાહકોને 10%નું એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે. SBI ક્રેડિટ કાર્ડ અથવા EMI ટ્રાન્જેક્શન પર આ ડિસ્કાઉન્ટનો ફાયદો મળશે. આ ડિસ્કાઉન્ટ સાથે પ્રોડક્ટ પર સેલમાં લાગુ ડિસ્કાઉન્ટનો પણ લાભ મળશે. આ સેલમાં પ્રથમ ઓર્ડર પર એક્સ્ટ્રા 30%નું ડિસ્કાઉન્ટ મળશે.
આઈટેલ વિઝન 2S
ઓફર કિંમત: 7048 રૂપિયા
આ ફોનમાં 6.52 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1600×720 પિક્સલ છે. ફોન Unisoc 9863A પ્રોસેસરથી સજ્જ છે. ફોનનું 2GB+32GB સિંગલ વેરિઅન્ટ અવેલેબલ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 8MPનો રિઅર કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 5MPનો ફ્રન્ટ કેમેરા છે. ફોન 5000mAhની બેટરીથી સજ્જ છે.
ઈન્ફિનિક્સ સ્માર્ટ 5
ઓફર કિંમત: 7199 રૂપિયા
મીડિયાટેક હીલિયો G25 પ્રોસેસરથી સજ્જ આ ફોનમાં 6.82 ઈંચની HD+ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1600×720 પિક્સલ છે. ફોનનું 2GB+32GB વેરિઅન્ટ અવેલેબલ છે. SD કાર્ડની મદદથી ફોનનાં સ્ટોરેજને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં 13MPનો રિઅર અને 8MPનો ફ્રન્ટ કેમેરા છે. બેટરીની કેપેસિટી 6000mAhની છે.
ટેક્નો કેમન i2
ઓફર કિંમત: 7250 રૂપિયા
આ લોઅર રેન્જના સ્માર્ટફોનમાં 13MP+2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં 6.2 ઈંચની HD+ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1600 x720 પિક્સલ છે. ફોન મીડિયાચેક હીલિયો A22 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 3GBની રેમ અને 32GBનું સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી ફોનનાં ઈન્ટર્નલ સ્ટોરેજને 128GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. સેલ્ફી માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
જિયોની મેક્સ પ્રો
ઓફર કિંમત: 7299 રૂપિયા
આ ફોનમાં 6.52 ઈંચની HD+ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1600×720 પિક્સલ છે. ફોન ઓક્ટાકોર પ્રોસેસરથી સજ્જ છે. તેનું 3GB+32GB વેરિઅન્ટ અવેલેબલ છે. ઈન્ટર્નલ સ્ટોરેજને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં 13MPનો રિઅર અને 2MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનની બેટરી કેપેસિટી 6000mAhની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.