પોતાના નિવેદનોનાં કારણે ચર્ચામાં રહેતા ભોપાલથી ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે એકવાર ફરી જનતાનાં ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીથી ભોપાલની એક ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા પ્રજ્ઞા ઠાકુરને સીટનાં ચક્કરમાં યાત્રીઓનાં ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક યાત્રી બીજેપી સાંસદને કહી રહ્યો છે કે તમને શરમ આવવી જોઇએ કે તમે આ પ્રકારનું વર્તન કરી રહ્યા છો.
દિલ્હીથી ભોપાલ જનારી સ્પાઇજેટની ફ્લાઇટમાં સીટને લઇને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ક્રુ મેમ્બર સાથે ઉગ્ર બોલાચાલી થઈ. સીટની માગને લઇને તે વિમાનમાં જ ધરણા પર બેસી ગયા. આ દરમિયાન યાત્રીઓએ સાધ્વી પ્રજ્ઞાની વિરુદ્ધ મોરચો ખોલી દીધો અને તેમના વ્યવહારની નિંદા કરી. સોશિયલ મીડિયા પર સાધ્વી પ્રજ્ઞાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક મહિલા કહી રહી છે કે, ‘તમે નિર્ણય લો… તમારું મેનેજમેન્ટ કોણ છે? અહીંની પ્રોફેશનલિઝ્મ નથી.”
આના પર સાધ્વી પ્રજ્ઞા જવાબ આપે છે કે, “મે સવારે જ કહ્યું હતુ કે મને તમારી રૂલબૂક બતાવી દો, મને લાગશે બેસતા…નહીં બને તો હું જતી રહીશ.” આ દરમિયાન એક વ્યક્તિ વચ્ચે આવે છે, જે સાધ્વી પ્રજ્ઞા પર ભડકી ઉઠે છે. વ્યક્તિએ કહ્યું કે, “તમે તો લીડર છો અને તમે જનતાને જ મુશ્કેલી આપી રહ્યા છો. તમને એ વાતની શરમ નથી કે 50 લોકોને તમારા કારણે પરેશાની થઈ રહી છે. બિલકુલ, શરમ ઘણો સારો શબ્દ છે.” આ દરમિયાન સાધ્વીએ તેમને યોગ્ય ભાષાનો પ્રયોગ કરવા કહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.