ફ્લોરીડા જઇ રહેલા ટ્રમ્પ અચાનક પહોંચી ગયા અફઘાનિસ્તાન ! ફરીથી શરૂ થઇ શાંતી વાર્તા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરૂવારે અચાનક અફધાનિસ્તાન પહોંચી ગયા હતા. થેંક્સગીવીંગ ડે ના અવસરે ટ્રંપ ફ્લોરિડા જઇ રહ્યા હતા, પરંતુ તેઓએ અચાનક તેઓના પ્લાનમાં ચેન્જ કર્યો અને અફધાનિસ્તાન ગયા. અહીં ટ્રમ્પે અમેરિકન સૈનિકો સાથે મુલાકાત કરી અને તાલિબાન સાથે છેલ્લા 19 વર્ષથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવાની શરૂઆત પણ કરી. ટ્રમ્પે કહ્યું કે અમે તાલિબાન સાથેની શાંતિ વાર્તાને ફરી શરૂ કરી છે જે છેલ્લા ત્રણ મહિનાથી અટકેલી પડી હતી.

અહીંના બગરામ એર ફિલ્ડમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું કે, “તાલિબાન સમજુતી કરવા માંગે છે અને અમે તેઓને આ મુદ્દે મળવાના છીએ. જ્યારે અમે સંઘર્ષ વિરામ ઇચ્છતા હતા ત્યારે તેઓ સંઘર્ષ વિરામ ઇચ્છતા નહોંતા પરંતુ હવે તેઓ પણ સંઘર્ષ વિરામ ઇચ્છે છે.” એટલું જ નહીં અમે અફધાનિસ્તાનમાં અમારા સૈનિકોની સંખ્યા પણ ઘટાડવા માંગીએ છીએ. અચાનક અફધાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની મુલાકાતે આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે સૈનિકોને જમવાનું પિરસ્યુ અને તેઓની સાથે સેલ્ફી પણ લીધી જેનો વીડિયો પણ તેઓએ શેર કર્યો છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા કંઇક નવું કરવા માટે જાણીતા છે ત્યારે આ વખતે તેઓએ કોઇને પણ જાણ કર્યા વગર અફધાનીસ્તાન પહોંચીને બધાને આશ્વર્યમાં મુકી દીધા હતા. આ પહેલા તેઓએ તેમના સોશિયલ મીડિયામાં બોક્સર વાળો એડીટ કરેલો ફોટો શેર કર્યો હતો. તેઓએ આવું ક્યા કારણોસર કર્યું તે અંગે કોઇ જાણતું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.