દિલ્હી : કોરોના વાયરસથી (coronavirus) બચાવ માટે થોડા થોડા સમયે હાથ ધોવા, યોગ્ય (santizer) સેનિટાઇઝરનો ઉપયોગ, ભીડમા ન જવુ જેવા નિર્દેશ આપવામાં આવી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન એક વસ્તુની સાફસફાઇ પર આપણું ધ્યાન જતું નથી તે છે આપણો મોબાઇલ ફોન. મોબાઇલ ફોન દ્વારા પણ કોરોના વાયરસ ફેલવાનો ખતરો વધારે છે.
SARS કોરોના વાયરસનાં (COVID-19) ડેટા કલેક્શન દરમિયાન જણાવવામાં આવ્યું છે કે, ગ્લાસ સ્લાઇડ પર આ વાયરસ 96 કલાક સુધી રહી શકે છે. જે ફોનની સ્ક્રીન પર પણ લાગુ પડે છે. માઇક્રોબાયોલોજિસ્ટ Emma Hayhurstનું કહેવું છે કે, આ વાતનું કોઇ સબૂત નથી કે આ વાયરસ ફોન દ્વારા ફેલાઇ શકે છે પરંતુ તે વાતનું પણ સબૂત નથી કે આ ફોનથી ફેલાઇ શકતા નથી.
સૌથી પહેલા ધ્યાન રહે કે તમારો મોબાઇલ અનપ્લગ હોય અને તેની પર કવર ન હોય ત્યારે જ સફાઇ કરો.
માઇક્રોફાઇબર કપડાને નમ કરી સો અને સોફ્ટ સોપનો (chemical free) ઉપયોગ કરો. ધ્યાન રહે કે સાબુ સીધો ફોન સ્ક્રિન પર લાગવો જોઇએ નહીં. તેને પાણી સાથે ભેળવી લો. આ મિશ્રણથી મોબાઇલની સ્ક્રીન સાફ કરી લો.
ભલે તમારો ફોન વોટરપ્રૂફ ન હોય પરંતુ ધ્યાન રાખો કે ફોનનાં કોઇપણ ઓપનિંગ પર પાણી ના લાગે. જેનાથી તમારો ફોન બગડી શકે છે.
તમારા ફોનને કોઇપણ ક્લીનરમાં ડુબાડવાની ભૂલ ન કરો. ફોનને બ્લીચ પણ ન કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.