ફોન પે અને ગૂગલ પે બાદ હવે સીધું ‘પોકેટ પે’, લાંચ લેતી મહિલા પોલિસકર્મીનો વીડિયો વાયરલ

–     મહિલા અધિકારીની લાંચ લેવાની પદ્ધતિથી લોકો ચકિત થયા

આજકાલ ઇન્ટરનેટના આ જમાનામાં ક્યારે શું વાયરલ થઇ જાય તે કહી શકાય તેમ નથી. ત્યારે આ જ ક્રમમાં લાંચ લઇ રહેલી એક મહિલા ટ્રાફિક પોલિસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જે રીતે મહિલા કર્મચારી લાંચ લઇ રહી છે તે રીત જોઇને લોકોને આશ્ચર્ય થઇ રહ્યું છે. આ વીડિયો મહારાષ્ટ્રના પુણેનો છે. વીડિયોમાં એક મહિલા ટ્રાફિક કર્મીએ બે મહિલાઓને વાહન સાથે રોકી છે. ત્યારબાદ તેમાંથી એકને તે ઇશારો કરીને નજીક બોલાવે છે. બાદમાં તેને કંઇક સમજાવે છે અને તે પાછળ ફરી જાય છે.

બાદમાં તે સ્કૂટીવાળી મહિલા તેના પેન્ટના પાછળના પોકેટની અંદર પૈસા મુકે છે અને જતી રહે છે. આ સમગ્ર ઘટનાને કોઇકે શૂટ કરી લીધી છે. જે અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. ટ્વિટર પર એક યુઝરે કેપ્શન પણ આપ્યું છે કે ના ફોન પે, ના ગૂગલ પે, સીધું જ પોકેટ પે. તો એક વ્યક્તિએ એવું કહીને વીડિયો શેર કર્યો છે કે આની આગળ ડિજિટલ ઇન્ડિયા પણ કંઇ નથી. તો અન્ય એક વ્યક્તિએ એવું પણ લખ્યું કે ભારતમાં પૈસા કમાવાનો સૌથી સરળ ઉપાય આ જ છે.

સોશિયલ મીડિયા પર અવાર નવાર આવા વીડિયે વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક કિસ્સામાં અપરાધી અધિકારી સામે કાર્યવાહી પમ થાય છે. જો કે હજુ સુધી આ મહિલા ટ્રાફિક કર્મીની ઓળખ થઇ નથી.




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.