બ્રિજ રીનોવેશન કર્યા બાદ તૂટતા અનેક સવાલો એટલા માટે થઈ રહ્યા છે કેમ કે, મળતી વિગતો અનુસાર કંપનીએ ફિટનેસ સર્ટિફિકેટ જમા નહોતું કરાવ્યું. એટલે કે, સ્ટેબિલિટી રિપોર્ટ સબમિટ કર્યા વિના જ શું બ્રિજ ચાલુ કરવામાં આવ્યો
News Detail
બ્રિજ રીનોવેશન કર્યા બાદ તૂટતા અનેક સવાલો
મોરબીમાં ગઈકાલથી જ માતમનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે, કેબલ બ્રિજ પડતા 141 એ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેના કારણે ગુજરાતમાં શોકનો માહોલ છે. આ ઘટના પાછળ જવાબદાર કોણ. કેમ કે, બ્રિજ રીનોવેશન કર્યા બાદ તૂટતા અનેક સવાલો એટલા માટે થઈ રહ્યા છે કેમ કે, મળતી વિગતો અનુસાર કંપનીએ ફિટનેસ સર્ટિફિકેટ જમા નહોતું કરાવ્યું. એટલે કે, સ્ટેબિલિટી રિપોર્ટ સબમિટ કર્યા વિના જ શું બ્રિજ ચાલુ કરવામાં આવ્યો હતો અને જો બ્રિજ ચાલું જ કર્યો હતો તો શું ક્ષમતા કરતા વધુ લોકોને બ્રિજ પર જવાની પરમિશન અપાઈ હતી.
ઓરેવા નામની કંપનીના માલિકો ભૂગર્ભમાં ઉતરી ગયા
કેમ કે, પ્રાપ્ત થતી વિગતો અનુસાર 650થી વધુ લોકોને ટિકિટ આપવામાં આવી હતી. બાળકો માટે 12 રૂપિયા અને પુખ્ત વયના લોકો માટે 17 રૂપિયા ટિકિટના લેવામાં આવ્યા હતા. ઓરેવા નામની કંપનીના માલિકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
અકસ્માતના 14 કલાક બાદ પણ ઓરેવા કંપનીના માલિકો ઝડપાયા નથી
ઝૂલતા પુલના નવીનીકરણની કામગીરી સાથે 15 વર્ષ માટે ઓરેવા કંપનીને બ્રિજ સોંપવામાં આવ્યો હતો. અકસ્માતના 14 કલાક બાદ પણ ઓરેવા કંપનીના માલિકો ઝડપાયા નથી. આ ઝુલતા બ્રિજના મેનેજમેન્ટના મેનેજર, મેન્ટેનન્સ ટીમના મેનેજર સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં કલમ 308, 314 અને કલમ 114 લગાવવામાં આવી હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.