ફિલ્મ ‘KGF’નો સુપરસ્ટાર યશ સાઉથ સિનેમાના સૌથી મોંઘો અને પોપ્યુલર એક્ટર્સમાંથી એક છે. પોતાની એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. તે લગભગ 10 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે, પરંતુ તેને અસલી ઓળખ મળી ‘KGF’થી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, યશની ટોટલ સંપત્તિ 53 કરોડ રૂપિયા છે અને વર્ષ 2021માં ‘KGF’ ચેપ્ટર વનની સફળતા બાદ યશ પોતાની પત્ની રાધિકા પંડિત અને બે સંતાનો સાથે બેંગ્લોરમાં એક ડુપ્લેક્સ ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો હતો, જેની કિંમત 5 કરોડ રૂપિયા છે.
તેણે પોતાની ફિલ્મ ‘KGF 2’ માટે 8-10 કરોડ રૂપિયાની ફી લીધી છે. યશ પાસે શાનદાર ઘર સિવાય ઘણી મોંઘી કારો પણ છે. એક્ટર પાસે એક રેન્જ રોવર, મર્સિડીઝ અને ઓડી જેવી લક્ઝરી બ્રાન્ડની ગાડીઓ છે, જેની કિંમત કરોડોમાં છે. યશ કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં સૌથી મોંઘા એક્ટરોમાંથી એક છે. એ સિવાય તે બ્રાન્ડ પ્રમોશનમાંથી પણ ઘણા પૈસાની કમાણી કરે છે અને યશ ઘણી મોટી બ્રાન્ડનો એમ્બેસેડર બની ચૂક્યો છે. તે ‘વિલેન’ નામના પર્ફ્યૂમનું પ્રમોશન કરે છે, જેના માટે તેણે ખૂબ મોટી રકમ વસૂલી છે.
હિન્દી, તામિલ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યા બાદ હવે એક્ટ્રેસ પૂજા હેગડે કન્નડ સિનેમામાં એન્ટ્રી કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મ ‘રાધે શ્યામ’માં પ્રભાસ સાથે કામ કર્યા બાદ હવે પૂજા હેગડે યશ સાથે ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે અને નિર્માતાઓએ આ ફિલ્મનું નામ ‘યશ 19’ નક્કી કર્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પૂજા હેગડેનો ‘યશ 19’ના નિર્માતાઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું ડિરેક્શન નર્તન દ્વારા કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.