રાજયકક્ષામાંથી મંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટમાં પ્રમોશન સાથે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને નવી સરકારમાં મંત્રી પદ સોંપવામાંની લાંબા સમયથી ચાલતી અટકળો આગામી એકાદ સપ્તાહમાં સાચી ઠરે તો નવાઈ નહીં..
ઓગસ્ટ -૨૦૧૬માં પાટીદાર અનામત આંદોલનને કારણે આનંદીબેન પટેલ સરકારના રાજીનામા બાદ નવી વિજય રુપાણીની સરકારમાં ખાસ નીતિન પટેલના રાજકીય કદને સ્થાન આપવા નાયબ મુખ્યમંત્રી પદ ઊભું કર્યું હતું.
રાજભવનમાં શપથવિધિ બાદ અમિતશાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રી મંડળની ડિઝાઈન પાડશે. નવી સરકારમાં રૂપાણી સરકાર કરતાં પાટીદાર મંત્રીઓની સંખ્યા ધટશે એ નિવૃત મનાય છે. ભાજપમાં ચાલતી અટકળો મુજબ મુખ્યમંત્રી પોતે અમદાવાદના હોવાથી અમદાવાદથી પ્રતિનિધિત્વ કરતાં ત્રણ સિનિયરો પૈકી બે મંત્રીઓને પડતાં મુકાય તો નવાઈ નહીં..
ઉપરાંત રાજયકક્ષાનાં મંત્રી કુમાર કાનાણીને તેમજ કોંગ્રેસમાંથી આવેલાં ત્રણ પૈકી બે પેરાશુટોને ધરભેગા કરવાની ચચાઁએ જોર પકડ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.