ગંભીર અકસ્માત બાદ પ્રથમવાર જિગ્નેશ બારોટે આપ્યું નિવેદન જાણો વિગતવાર…

લોક ગાયક જિગ્નેશ બારોટ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું હતુ આ અંગે જિગ્નેશ બારોટ ફેન્સ સમક્ષ 13 દિવસ બાદ લાઇવ થયા હતા. અકસ્માત બાદ પ્રથમ વાર તેઓએ પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા જણાવ્યુ હતું કે હવે ચિંતા કરવા જેવુ નથી. પહેલા કરતા ઘણુ સારુ છે. અને તેઓએ લગભગ 4 મિનિટ સુધી સોશિયલ મીડિયા પર લાઇવ થઇને ફેન્સનો આભાર માન્યો હતો તેમજ પોતે જલ્દી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરવા પણ જણાવ્યુ હતું.

જિગ્નેશ બારોટે ખાસ ચાહકો માટે સંદેશ આપતા જણાવ્યુ હતું કે મને પગ અને હાથમાં ફેક્ચર થયુ હતું, આ વાતને 13 દિવસ થઇ ગયા છે. અત્યારે મને ઘણું સારુ છે. તમારા બધાના આશીર્વાદથી હાલ મને સારુ છે. લગભગ દોઢ એક મહિનો આરામ કરવાનું કીધું છે. મારો મોબાઇલ ફોન હાલમાં મે બંધ કરી દીધો છે.અને માતાજીને મારા સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરજો. અને હું જલ્દી સાજો થઇ જાઉ. દોઢ મહિના પછી સ્ટેજ પ્રોગ્રામ, શૂટિંગ અને મનગમતા ગીતો લઇને હું પાછો આવીશ.

મહત્વનું છે કે એક એપ્રિલના રોજ લોકગાયક જિગ્નેશ બારોટ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. તેઓ બુલેટ પર શૂટિંગ કરી રહ્યા હતા કે અચાનક બુલેટ સ્લિપ ખાઇ ગયુ.અને તેઓની ઉપર બુલેટ પડતા હાથ અને પગમાં ફ્રેક્ચર થઇ ગયુ હતું અને આ અંગે તેઓએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરતા જણાવ્યુ હતું.

ત્યારબાદ તેઓએ તેમના ખબર અંતર પૂછવા આવ્યા હોય તેવા વીડિયો પર તેઓએ શેર કર્યા હતા અને મહત્વનુ છે કે જિગ્નેશ કવિરાજ લોકગાયક છે સાથે જ તેઓ ગુજરાતી ગીતો અને ફિલ્મોમાં અભિનય પણ કરતા જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.