ગજબ હો..ઈતિહાસમાં પહેલીવાર એક મહિલા કેપ્ટન જહાજ લઈને કિનારે પહોંચી.

પૃથ્વી પરના લગભગ દરેક ક્ષેત્રોમાં હવે મહિલાઓ જોવા મળી રહી છે. પુરુષો સાથે ખભેખભો મળાવી મહિલાઓ વિકાસના રાહ પર આગળ વધી રહી છે. આવી ધટના ભાવનગર ના ઈતિહાસમાં પહેલાં કયારેય નહી બની હોય તેવી ધટના બની છે.

૯ સપ્ટેમ્બરનો દિવસ અલંગ માટે ઈતિહાસમાં સૂવણઁ અક્ષરે રખાશે. કોઈ મહિલા કેપ્ટન જહાજ લઈને આવી હોય, તેવી આ પહેલી ધટના છે. સ્વીનની મહિલા કેપ્ટન સોફિયા લેન્ડમાકઁ અલંગનો ઈતિહાસ બદલ્યો છે.

જહાજમાં મહિલા કેપ્ટન ભાગ્યે જ જોવા મળતી હોય છે. ત્યારે સ્વીડનની મહિલા કેપ્ટન સોફિયા ઓઈલ ટેન્કર શિપ સેલી કુન્ટસેનને લઈને અલંગ પહોંચી હતી. આ જહાજ અલંગનાં પ્લોટ નંબર ૬૩માં લઈને સોફિયા પહોંચ્યા હતાં. જે ગવઁની વાત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.