સુરતમાં પ્રથમ વાર મહિલા DCP રૂપલ સોલંકીએ સુરત ક્રાઈમ બ્રાન્ચનો ચાર્જ સંભાળ્યો

તાજેતરમાં જ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે સુરતના ઇતિહાસમાં પહેલી વખત ક્રાઈમ બ્રાંચના DCP તરીકે કોઇ મહિલા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. જોકે અગાઉ પહેલીવાર ક્રાઇમ બ્રાંચના PI તરીકે મહિલા અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી અને હવે સુરતના ઇતિહાસમાં સૌપ્રથમવાર ક્રાઈમ બ્રાન્ચના DCP તરીકે મહિલા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.અને ક્રાઈમ બ્રાન્ચના મહિલા DCP તરીકેનો ચાર્જ અધિકારી રૂપલ સોલંકી સંભાળ્યો છે. 14 ફેબ્રુઆરીના રોજ અધિકારી રૂપાલ સોલંકી બાળકને જન્મ આપ્યો હતો. રૂપલ સોલંકીએ પોણા બે મહિનાના બાળકને ઘરે મૂકીને ક્રાઈમ બ્રાન્ચના મહિલા DCP તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચનો ચાર્જ સંભાળતા DCP રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, જ્યારે એક સ્ત્રી માતા બને છે અને ત્યારે તે વધારે મજબૂત બની જતી હોય છે. અને હવે તેઓ સુરતમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે મળી શહેરમાં ક્રાઇમ રેટ ઓછો કરવાનો પ્રયાસ કરશે.

DCP રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં મહિલા કે, પુરુષનો કોઈ પણ ભેદભાવ હોતો નથી અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવો ભેદભાવ ક્યારેય પણ ફીલ થયો નથી. જે જવાબદારી મળે છે જે જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી સંભાળી છે અને જે જવાબદારી મળે તેને સંપૂર્ણ નિષ્ઠાથી સંભાળવાની પણ હોય છે અને સુરતમાં પહેલીવાર આ પ્રકારની જવાબદારી મળી છે જેને હું નિભાવવા માટે ઉત્સાહી છું.

મહત્ત્વની વાત છે કે DCP રૂપલ સોલંકીએ 14 ફેબ્રુઆરીના રોજ એક દીકરાને જન્મ આપ્યો હતો. હાલ તેમને બે સંતાનો છે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, મેં મેરીકોમ નામની એક ફિલ્મ જોઈ હતી. જેમાં મેરીકોમને પણ બે જોડીયા સંતાનો હતા અને તે સંતાનો સાથે જ તાલીમ મેળવતા હતા. તે જ્યારે તાલીમ મેળવવા જતા હતા ત્યારે તેઓ કહેતા હતા કે, સ્ત્રી માતા બને છે ત્યારે વધુ મજબૂત થઈ જતી હોય છે.અને હું મારા કામની સાથે પરિવારની જવાબદારી પણ સંભાળીશ. તેમણે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં મહિલાઓ માટે શી ટિમ કામ કરે છે અને આ ટીમમાં પણ હું રસપૂર્વક કામ કરીશ. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, બાળકોને લગતા ગુનાઓનું પ્રમાણ ઘટે તે બાબતે પણ પ્રયાસ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.