ગુજરાતમાં (GUJARAT) આજે એક નહીં બે નહીં પરંતુ ત્રણ અકસ્માતના (ACCIDENT) સમાચારઓ સામે આવી રહ્યા છે .ભાવનગરના (BHAVANGAR) સોનગઢ પાલીતાણા હાઇવે (SONGADH PALITANA HIGHWAY) પર ગોઝારો અકસ્માત સર્જાયો છે .જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. ફોરવ્હીલમાં (FOURWHEEL) પટેલ પરિવાર ભાવનગર થી મોખડકા (MOKHADKA) જઈ રહ્યો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો છે.
બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત થતાં કરૂણાંતિકા સર્જાઈ છે. જયારે પરિવારનાં અન્ય પાંચ સભ્યો ઈજાગ્રસ્ત થયા છે. પાલીતાણા સોનગઢ રોડ પર સર્જાયેલા અકસ્માતના પગલે સ્થાનિક મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો 108ને બોલાવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.
અકસ્માતની જાણ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારે પોલીસે બે મૃતકોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લગ્ન પ્રસંગમાં જતાં પરિવાર કાળનો કોળિયો બની જતાં પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.