ફોર્બ્સની પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં અમિતાભ, આલિયા અને અક્ષય કુમારનું નામ સામેલ

ફોર્બસએ એશિયા પેસિફિકમાં સોશિયલ મીડિયાના સૌથી વધુ પ્રભાવશાળી ૧૦૦ વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. જેમાં રાજનેતા, ગાયક, બેન્ડસ, બિઝનેસમેન અને ફિલ્મ કલાકાર સામેલ છે. બોલીવૂડના ઘણા સિતારાઓ આ યાદીમાં સામેલ થયા છે.

લોકડાઉનમાં મોટા ભાગના લોકો ઘરમાં જ આઇસોલેશનમાં રહ્યા હતા. એવામાં બોલીવૂડના કલાકારોએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકો સાથે સંપર્કમાં રહ્યા હતા. જેમાં મુખ્યત્વે અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા અને શાહરૂખ ખાન એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ પ્રભાવશાળી હસ્તીઓમાં સ્થાન પામ્યા છે.

ફોર્બસે અમિતાભ બચ્ચનના વિશે જણાવ્યું હતુ ંકે, તેઓ બોલીવૂડના વરિષ્ઠ અભિનેતાઓમાંના એક છે. વરસોથી તેમનો પ્રશંસક વર્ગ છે. ૨૦૦થી અધિક ફિલ્મો કરી ચુકેલા આ પીઢ અભિનેતાએ મે માસમાં પોતાના સ્ટાર પાવર અને સોશિયલ મીડિયા ફોલોઅર્સનો ઉપયોગ કરતા કોવિડ-૧૯ માં રાહત માટે સાત મિલિયન ડોલર એટલે કે રૂપિયા ૫૧ કરોડનું ભંડોળ ભેગું કરવામાં મદદ કરી હતી.

અક્ષય કુમાર માટે તેમણે જણાવ્યું હતું કે, અક્ષય બોલીવૂડની સૌથી વધુ વેતન મેળવનાર અભિનેતા છે. તેણે મુશ્કેલી સમય દરમિયાન ચાર મિલિયન ડોલર એટલે કે રૂપિયા ૨૯ કરોડનું દાન આપ્યું છે.

શાહરૂખ માટે જણાવામાં આવ્યું છે તે, તેને ૨૦૧૮માં અંતિમ ફિલ્મ આવી હતી. આ ઉપરાંત અભિનેત્રી અનુષ્કા શર્માનો તેમણે ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડયુસર તરીકે પણ ઉલ્લેખ કર્યો હતો.

લિસ્ટમાં અન્ય ભારતીય કલાકારોમાં રણવીર  સિંહ, કેટરિના કૈફ, જેકલિન ફર્નાન્ડિસ, શાહિદ કપૂર, માધુરી દીક્ષિત, શ્રેયા ઘોષાલ અને નેહા કક્કડ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.