વનરક્ષકની પરીક્ષાના પેપર ફૂટવાનો રેલો પહોંચ્યો રાજકોટ,જાણો શુ થયા ચોકાવનારા ખુલાસા???

વનરક્ષક ભરતીની પરીક્ષા મુદ્દે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં 2 ઉમેદવાર દ્વારા વાંધો ઉઠાવાયો છે. તેમજ પ્રશ્નપત્રનું પેકેટ તૂટેલું હોવાનો ઉમેદવારનો દાવો છે. તથા 3 ઈંચના કાપા પર ટેપ મારેલી હતી તે પણ ઉમેદવારે જણાવ્યું છે. તથા તંત્રએ નોંધ કરી પણ કાર્યવાહીના નામે મીંડુ છે.તેમજ તમામ સાહિત્ય પરીક્ષાના અધિકારી લઈ ગયા છે.

વનરક્ષકની પરીક્ષાના પેપર ફૂટવાનો રેલો રાજકોટ પહોંચ્યો છે. જેમાં રાજકોટના ઉમેદવાર ગીતાબેન માલીએ જણાવ્યું છે કે પરીક્ષામાં પ્રશ્નપત્રનું પેકેટ તૂટેલું નીકળ્યું હતુ. અને તેમાં પેકેટમાં 3 ઇંચનો કાપો હતો. તથા તેના ઉપર ટેપ મારી દેવામાં આવી હતી.અને ઉમેદવાર ગીતાબેને આશંકા વ્યક્ત કરી છે કે તંત્રએ નોંધ કરી પણ કાર્યવાહીના નામે મીંડું છે.

2 ઉમેદવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.તેમજ સીસીટીવી અને ફોટા જાહેર કરવા ઇનકાર કરાયો છે. તેમજ તમામ સાહિત્ય ગુજરાત યુનિ.ના અધિકારી લઈ ગયા છે.અને તેથી પેપર ફૂટવાના કૌભાંડ ઉપર પડદો પાડી દેવા ખેલ ખેલાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.