પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની ધરપકડ થઈ અને પછી જામીન પણ મળી ગયા, જાણો વિગતવાર

રવિવારે મુંબઈ પોલીસે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની ધરપકડ કરી હતી. મુંબઇના બાંદ્રામાં વિનોદ કાંબલીએ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા એક કારને ટક્કર મારી દીધી હતી. જોકે પછી વિનોદ કાંબલીને જામીન પણ મળી ગયા. રિપોર્ટ્સ મુજબ 50 વર્ષીય વિનોદ કાંબલી દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હતા. તેમની વિરુદ્ધ એક શખ્સે ફરિયાદ નોંધાવી હતી. આરોપ હતો કે નશામાં તેમણે ગાડીને ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ બાંદ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ વિનોદ કાંબલીની ધરપકડ કરી હતી.અને એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ વિનોદ કાંબલીએ પોતાની ગાડીથી સોસાયટીના ગેટને પણ ઠોકી દીધો હતો.

ભારત માટે વિનોદ કાંબલીએ 107 વન-ડે મેચ રમી છે જેમાં તેમણે 32ની એવરેજથી 2477 રન બનાવ્યા. વિનોદ કાંબલીના નામે 2 સદી અને 14 અરધી સદી છે જ્યારે 17 ટેસ્ટ મેચમાં તેમણે 54ની એવરેજથી 1084 રન બનાવ્યા હતા જેમાં 4 સદી સામેલ છે. જો ઘરેલુ ક્રિકેટની વાત કરીએ તો વિનોદ કાંબલીનો રકોર્ડ ખૂબ જ શાનદાર છે. તેમણે 129 ફર્સ્ટ ક્લાસ મેચમાં 9965 રન બનાવ્યા છે આ દરમિયાન તેમની એવરેજ 59.67ની રહી છે. ઘરેલુ ક્રિકેટમાં વિનોદ કાંબલીના નામે 34 સદી છે. અને વિનોદ કાંબલીએ ભારત માટે છેલ્લી મેચ 29 ઓક્ટોબર 2000ના રોજ રમી હતી.

વિનોદ કાંબલીને ખૂબ જ ગુસ્સાળું સ્વભાવના માનવામાં આવે છે. આ પહેલા પણ વર્ષ 2015મા તેમના અને તેમની પત્ની પર નોકરાણીએ ગંભીર આરોપ લગાવ્યા હતા. વર્ષ 2015મા વિનોદ કાંબલી અને તેમની પત્ની એન્ડ્રિયા હેવિટ વિરુદ્ધ ફરિયાદ નોંધવવામાં આવી હતી. આ દંપતી પર આરોપ હતો કે નોકરાણીએ જ્યારે પૈસા માગ્યા તો તેમણે નોકરાણીને 3 દિવસ સુધી રૂમમાં બંધ કરી દીધી હતી. જોકે થોડા સમય બાદ હેવિટે આ મામલાને નવો મોડ આપ્યો હતો. વિનોદ કાંબલી અને હેવિટે નોકરાણી પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.