કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા ધનાણી ઉમેદવારી ફોર્મ ભરવા એક્ટિવા પર આવ્યા, રાજકિય ક્ષેત્રે અમરેલી બેઠકની આ છે વિશેષતા

છેલ્લી બે ટર્મથી અમરેલી બેઠક પર ચુંટાઈ આવતા પરેશ ધાનાણી એ વધુ એકવાર જીતનો વિસ્વાસ વ્યક્ત કર્યો છે. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયા સામે પરેશ ધાનાણીની પ્રથમ વખત ટક્કર થશે.

News Detail

વીડીયો લિંક માટે અહીં કરો ક્લિક
———————————————-
https://we.tl/t-AsYHMZ6mgf
———————————————-

પૂર્વ વિપક્ષ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ આજે ઉમેદવારીપત્ર ભર્યું હતું. તેઓ ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે એક્ટિવા પર આવ્યા હતા. અમરેલીના નાગનાથ મહાદેવના સજોડે દર્શન કરી સમર્થકો સાથે ઉમેદવારીપત્ર રજુ કર્યું હતું. અમરેલી કોંગ્રેસનો ગઢ ગણાતી ખમતીધર બેઠક છે. ભાજપે કૌશિક વેકરીયાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ દ્વારા નવા લોકપ્રિય ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉમેદવાર જ્ઞાતિના સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતવામાં મદદ કરી શકે છે. જો કે, બે ટર્મથી અહીં ધાનાણી જીતતા આવ્યા છે.

પરેશ ધાનાણીએ ભાજપ પર કર્યા પ્રહારો 

ગાંધી અને સરદારના ગુજરાતને સતત અને સળંગ શાસનમાં અહંકારથી છલકાતા બીજેપીના શાસકોએ આજે ગુજરાતને સ્વાર્થ અને ભયની દિવાલો વચ્ચે ગુલામ બનાવ્યું છે. ત્યારે 2022ની ચૂંટણી એ વ્યક્તિ વિરુદ્ધ વ્યક્તિની કે પાર્ટી વિરુદ્ધ પાર્ટીની ચૂંટણી નથી અહંકારી શાસકો વચ્ચે ગુજરાતના સામાન્ય લોકોની ચૂંટણી છે. આ ચૂંટણી અહંકાર વિરુદ્ધ ગુજરાતીઓના સ્વાભિમાનની ચૂંટણી છે. સરમુખત્યારશાહી શાસન વચ્ચે લોકશાહીને બચાવવાની ચૂંટણી છે. આ ચૂંટણી સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકોની અણઆવડતના કારણે ગુજરાતમાં મંદી, બેરોજગારી, અત્યાચાર અને ડ્રગ્સ માફીયા, ભૂ માફીયાઓના રાજમાં ગુજરાતના લોકોનો અવાજ કચડાઈ રહ્યો છે.

કમળને કચડી નાખવા માટેની ચૂંટણી – ધાનાણી 

વધુમાં મીડીયા સમક્ષ તેમણે કહ્યું કે, કમળને કચડી નાખવા માટેની ચૂંટણી છે. અમરેલી એ ગુજરાતને દિશા ચિંધવાનું કામ કર્યું છે. આ વખતે સમગ્ર ગુજરાત સત્તા પરીવર્તન તરફ આગળ વધી રહ્યું છે. અમરેલીથી ગુજરાત અને ત્યાંથી દિલ્હી દરબારમાં પણ તિરંગો લહેરાવવાનો સંકલ્પ ગુજરાતે કર્યો છે. ગાંધીનગરમાં તિરંગો લહેરાવીને ખેડૂતો અને ગરીબ ગામડાની સમસ્યાના નિરાકરણથી આગળ વધવા માટે મેં આજે અમરેલીથી નામાંકન કર્યું છે. શીર્ષ નેતૃત્વએ 5મી વખત ચૂંટણી લડવાનો સમય આપ્યો છે. આ વખતે ચૂંટણી પરેશ ધાનાણી નહીં પરંતુ અમરેલીના નાગરીકો લડશે.

દિગ્ગજ નેતાઓને પરેશ ધાનાણી હરાવી ચૂક્યા છે 

છેલ્લી બે ટર્મથી અમરેલી બેઠક પર ચુંટાઈ આવતા પરેશ ધાનાણી એ વધુ એકવાર જીતનો વિસ્વાસ વ્યક્ત કર્યો છે. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયા સામે પરેશ ધાનાણીની પ્રથમ વખત ટક્કર થશે. આ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતાઓ પરશોતમ રૂપાલા, દીલીપ સંધાણી અને બાવકુ ઊંધાડને પરેશ ધાનાણી પરાજીત કરી ચુક્યા છે.

અમરેલી કોંગ્રેસનો ગઢ ગણાતી ખમતીધર બેઠક પરંતુ આ વખતે લોકોની છે આ સમસ્યા 

અમરેલી કોંગ્રેસનો ગઢ ગણાય છે અને કોંગ્રેસના મજબૂત નેતા પરેશ ધાનાણીએ આ બેઠક પર સતત જીતતા આવ્યા છે અને વિપક્ષ નેતા પણ રહી ચૂક્યા છે. જોકે, લોકોની ફરિયાદ છે કે રસ્તા, શિક્ષણ અને આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓનો જેટલો વિકાસ થવો જોઈએ તેટલો થયો નથી. આવી સ્થિતિમાં ટેકાના ભાવની ખરીદીમાં ગેરરીતિથી ખેડૂતો ચિંતિત છે તો વેપારીઓ મહાનગરપાલિકાના વેરા અંગે ચિંતિત છે. ત્યારે ભાજપે મેદાનમાં ઉતારેલા આ નવા ઉમેદવારને અહીં કેટલી સફળતા મળશે એ 8 ડીસેમ્બરે જ ખબર પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.