CBIના અધિકારીઓ દ્વારા લોન કૌભાંડ મામલે વીડિયોકોનના પૂર્વ CEO વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે.
વીડિયોકોન ગ્રુપને ICICI બેંકના નિયમો વિરુદ્ધ લોન મામલે કાર્યવાહી શરૂ કરી છે અને આ અગાઉ પણ શુક્રવારે સાંજે ICICI બેંકના પૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈની સ્પેશિયલ કોર્ટે શનિવારે ICICI બેન્કના પુર્વ CEO ચંદા કોચર તેમજ તેમના પતિ દીપક કોચરને 3 દિવસ (24 થી 26 ડિસેમ્બર) સુધી CBIની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે CBIએ ચંદા અને દીપક કોચરની શુક્રવારે ધરપકડ કરી હતી અને વીડિયોકોન ગ્રુપને નિયમો વિરુદ્ધ કરોડો રુપિયાની લોન આપવાના મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
એવો આરોપ છે કે જ્યારે ચંદા કોચરે દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક ICICI બેંકનો હવાલો સંભાળ્યો ત્યારે તેમણે વિડીયોકોનની જુદી જુદી કંપનીઓની 6 લોન મંજૂર કરી હતી. ઓછામાં ઓછી બે લોન તે સમિતી દ્વારા મંજૂર કરવામાં આવી હતી જેમાં ચંદા કોચર સભ્ય હતા અને
આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.