સુરત શહેરના વેસુના એક સ્પામાં ચાલતા કૂટણખાના પર દરોડા પાડતા ભાગદોડ મચી ગઇ હતી અને પોલીસ અહીંથી ચારની ધરપકડ કરી છે. દેહવ્યાપાર કરતી ચાર લલનાઓને પણ મુક્ત કરાવી.શહેરની ઉમરા પોલીસે વેસુમાં વીપ હાઈટસમાં આવેલા વર્લ્ડ લૂક સ્પામાં રેડ કરી હતી.
વર્લ્ડ લૂક સ્પા નામના મસાજ પાર્લરમાં દેહ વેપારનો ગોરખ ધંધો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવતા સંચાલક, મેનેજર અને ગ્રાહકોની ધરપકડ કરાઇ હતી. તેમની પાસેથી રોકડ સહિતની મતા કબજે કરી હતી તેમજ ચાર લલનાઓને પણ અહીંથી મુક્ત કરાવી હતી આ યુવતીએ જણાવ્યું હતું કે એક હજાર રૂપિયામાં તેઓનો સોદો કરવામાં આવતો હતો.અને પોલીસે ચારની ધરપકડ કરી દુકાન માલિક રતિકાંતને વોન્ટેડ જાહેર કર્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.