સુરત માં દુબઈથી થી લાવેલ રૂપિયા 4 કરોડથી વધુ ની કિમંતનુ 7.158 કિલો સોના સાથે ૪ ઇસમોને ઝડપી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે સુરત પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને આંતરાષ્ટ્રીય દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો..
વીઓ:સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટનો ઉપયોગ કરી ગેર કાયદેસર રીતે સોના ની હેરાફેરી વધી છે ..ત્યારે આ મામલે સુરત પોલીસ સફળતા મળી છે અને કરોડો રૂપિયા ગોલ્ડ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા એસ.ઓ.જી.ની ટીમ ને એક ટોળકી વિશે બાતમી મળી હતી. જેમા આ ટોળકી તેના કેરીયરોને દુબઈ ખાતે મોકલી ટુરિસ્ટ વિજા થઈ ત્યાં ફરી ત્યાંના વેપારીઓ પાસેથી સોનાની પેસ્ટ મેળવી તે સોનુ એરપોર્ટ ઉપર ઇમીગ્રેશન સિક્યુરીટી ચેકીંગમાં ખબર ન પડે તે માટે સોનામાં કેમીકલ મિક્ષ કરી શરીર ઉપર આંતર વસ્ત્રોમાં છુપાવી સોનાને દુબઈ થી સુરત ખાતે દાણચોરી કરવામાં આવી રહેલ છે
જેમા આ ટોળકીના બે સભ્યો દુબઈ ખાતેથી સૌનુ શરીર ઉપર લગાવી દાણચોરી કરી લાવેલ હતા અને તે ટોળકી ફોર વ્હિલ કારમાં ડુમ્મસ એસ.કે.નગર ચોકડી પાસેથી પસાર થનાર છે. જે બાતમી આધારે મોડી રાત્રીના વોચ ગોઠવી રોડ ઉપરથી પસાર થતી હોન્ડા સીવીક ફોર વ્હિલ કારને આંતરી આરોપી ફેનીલ રાજેશભાઇ માવાણી , નિરવ રમણીકભાઇ ડાવરીયા , ઉમેશ ઉર્ફે લાખો રમેશભાઈ ભીખરીયા અને સાવન શાંતીલાલ રાખોલીયા ની ધરપકડ કરી હતી ત્યારે તેની ઝડતી કરતા તે બન્નેની પાસેથી તેમના આંતરવસ્ત્રો તથા બુટમાં છુપાવીને દુબઈથી લાવેલ 7.158 કિલોગ્રામ અને કિંમત 4. કરોડ થી વધુ સોનાની પેસ્ટ ઝડપી પાડવામાં સફળતા મળી હતી ઝડપાયેલા અરોપીઓ એરપોર્ટ ઉપર ઈમીગ્રેશન સીક્યુરીટીમાં પકડાઈ ન જાય તે માટે સોનાનો પેસ્ટ પાવડર સ્વરૂપમાં બનાવી તેમા કેમીકલ મિક્ષ કરી પેસ્ટ બનાવી નાના-નાના પાઉચમાં ભરી તેની સેલોટેપ વીંટાળી શરીરમાં અન્ડર વિયરમાં બનાવેલ ચોર ખિસ્સાઓમાં તેમજ બુટના તળીયામાં મુકી ફ્લાઈટમાં બેસી સુરત એરપોર્ટ ઉપર ઉતર્યા હતા અને ઈમીગ્રેશન સિક્યુરીટીમાંથી યુક્તિ થી પસાર થઈ ભારત સરકારના કસ્ટમ વિભાગમાં એક્સાઈઝ ડ્યુટી ન ભરી સરકારને આર્થીક નુકસાન પોહચાડવાનો ગુનો આચર્યા હતો.. હાલ સુરત પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તમામ આરોપીઓન કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવણી તજવીજ હાથ ધરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.