ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસાદની આગાહી.. મૌસમનો ૭૨ % વરસાદ વરસ્યો…

ગુજરાજમાં ચોમાસાની વતઁમાન સિઝનમાં ૨૩.૬૯ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૭૧.૬૩% વરસાદ નોંધાઈ ચૂકયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૨૧ સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવારે દાહોદ – મહીસાગર -ભરૂચ -મહીસાગર -ભરૂચ -આણંદ -પંચમહાલ -દાહોદ -અમદાવાદ -મહીસાગર -વલસાડ -તાપીમાં વરસાદ પડી શકે છે.

https://www.youtube.com/watch?v=SdohoamPF2k

છેલ્લા ચાર દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ અસરગ્રસ્ત છે અને ૮ સ્ટેટ હાઇવે , ૭૭ પંચાયત, ૪ અન્ય સહિત કુલ ૮૯ માર્ગ હજુ પણ બંધ છે. ગુરુવારે દિવસ દરમિયાન મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સૌથી વધુ ૨.૮૩ ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ૨.૭૯ ઈંચ, દાહોદ જિલ્લાના ફતેપુરામાં ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.