સુરેન્દ્રનગર શહેરના એસટી બસસ્ટેન્ડમાં હજારો મુસાફરો દરરોજ એસટી બસમાં મુસાફરી કરી રહ્યા છે. પરંતુ તેમની સલામતીની કોઈ વ્યવસ્થા નથી. ત્યારે સુરેન્દ્રનગર શહેરના એસટી બસ મથકમાં રોજના ખીસ્સા કાતરોના આતંકના બનાવો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની દરકાર કે કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું હાલમાં ચર્ચા રહ્યું છે. સુરેન્દ્રનગર શહેરના એસટી બસસ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા ફરજિયાત હોવા જોઈએ. પરંતુ બસ સ્ટેન્ડની અંદર સીસીટીવી કેમેરાઓ છે જ નહીં. જેના કારણે આવારા તત્વો તેમજ લુખ્ખા તત્વોનો પણ ભારે ત્રાસ વધી ગયો છે.
….સુરેન્દ્રનગર શહેરમાં આજે વહેલી સવારે એસટી બસમાં મુસાફરી કરી રહેલા ચાર મુસાફરોના ખિસ્સા હળવા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના એસટી બસમથકમાં ખીસ્સા કાતરૂઓનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. અને નિર્દોષ મુસાફરોને ભોગ બનવાનો સમય આવ્યો છે. એસટી તંત્ર કે પોલીસ તંત્ર દ્વારા કોઇક પ્રકારની મુસાફરોની દરકાર કરવામાં આવતી ન હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં એક પણ પોલીસ કર્મચારીની નોકરી ન હોવાના કારણે આવા બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. સવારે માત્ર એક જ કલાકમાં ચાર મુસાફરોના ખિસ્સા કપાયા હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. ત્યારે હાલમાં દિવાળીના સમયે એસટી બસસ્ટેન્ડમાં મુસાફરોની મોટી માત્રામાં ભીડ રહે છે. જેના કારણે ખિસ્સા કાતરૂઓને પણ મોકળું મેદાન મળી ગયું છે. ત્યારે તાત્કાલિક અસરે એસટી બસસ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાઓ ફીટ કરવામાં આવે અને પોલીસ તંત્ર દ્વારા પોલીસની ફાળવણી કરી અને મુસાફરોની સલામતીનો સવાલ જ્યારે ઉદભવ્યો હોય ત્યારે સલામતી પૂરી પાડવાની ફરજ પોલીસ તંત્રની છે. ત્યારે તાત્કાલિક અસરે પોલીસ એસટી બસ સ્ટેન્ડમાં ફાળવે તેવી મુસાફરોની માંગ ઉઠી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.