દેવગઢ બારીયા માં આવેલા ભૂલવણ ગામે સામુહિક ફૂડ પોઇઝિંગ થતા 4 લોકો ના મોત થયા છે.

દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ દરમ્યાન અંતિમ દિવસે પરંપરા મુજબ અહીં છ બકરાંનો બલિ આપવામાં આવ્યો હતો. આ બકરાંના મટનના ભાગ પાડવામાં આવ્યા હતા, પોતપોતાના ભાગનું મટન લોકો ઘરે લઇ ગયા હતા. અને સાંજના સમયે તમામ 13 લોકોને એકાએક જ મોઢામાંથી ફીણ નીકળવા ઉપરાંત ચક્કર આવવા લાગ્યા હતા.અને તબિયત બગડી હતી તે લોકોમાંથી કનુભાઇ સોમાભાઇ માવી, દલસિંહભાઇ ધનજીભાઇ માવી, બાબુભાઇ ફુલજીભાઇ માવી અને સનાભાઇ ભવનભાઇ માવીનાં મોત થઇ ગયાં હતાં. બીમાર થયેલા 10 લોકોને 108 દ્વારા દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

બનાવ ની જાણ થતાં જ પોલીસ સહિત જિલ્લા આરોગ્ય વિભાગ ની ટીમ અને ધારાસભ્ય બચુભાઇ ખાબડ, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ સહિતના દવાખાને દોડી ગયાં હતાં.
તબીબના પ્રાથમિક તારણ મુજબ ફૂડ પોઇઝનિંગથી જ તમામનાં મોત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાર વિધિમાંથી ઘરે લઇ જવાયેલા બકરાંનું મટન ખાધા બાદ તમામને ફૂડ પોઇઝનિંગ થયું કે પછી અન્ય કારણોસર એ અંગેની તપાસ શરૂ કરાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.