FPIનું ભારતીય શેરોમાં રોકાણ ચાલુ નાણાકીય વર્ષમાં, 10 માર્ચ સુધી 36 અબજ ડૉલરનો રેકોર્ડ ઉચ્ચસ્તર પર ,પહોંચી ગયો છે

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે FPIનું ભારતીય શેરોમાં રોકાણ ચાલુ નાણાકીય વર્ષમાં 10 માર્ચ સુધી 36 અબજ ડૉલરનો રેકોર્ડ ઉચ્ચસ્તર પર પહોંચી ગયો છે.

એક વર્ષ પહેલા આ 36.3 અબજ ડૉલર પર પહોંચ્યો હતો. નવેમ્બર અને ડિસેમ્બરમાં જબરદસ્ત પ્રવાહને કારણે FDI વધ્યું છે. ડિસેમ્બરમાં FDI રેકોર્ડ 6.3 અબજ ડૉલરના સ્તર પર પહોંચ્યો હતો.

બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, FDIએ ચાલુ નાણાકીય વર્ષમાં ઈક્વિટીમાં શુદ્ધ ખરીદી કરી છે. તો આ સમય દરમિયાન બોન્ડના બજારમાં તે શુદ્ધ વેચનાર રહ્યા છે.

ફેબ્રુઆરીના અંત સુધી શ્રેણી એકના વિદેશી રોકાણકારો એટલે કે- કેન્દ્રી બેંક, સોવરેન સંપદા કોષ, પેન્શન કોષ, નિયમનવાળી શાખાઓ, બહુપક્ષીય સંગઠનોનું કુલ ઈક્વિટી પરિસંપત્તિઓમાં હિસ્સો વધીને 95 ટકાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.