ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ઈસ્લામ અંગેની ટિપ્પણીને લઈને ભોપાલમાં વિરોધ પ્રદર્શનની આગેવાની લેનાર કોંગ્રેસી ધારાસભ્ય આરિસ મસૂદના ચાર ગેરકાયદેસર બાંધકામ તંત્રે તોડી પાડ્યા છે.
ભોપાલ કોર્પોરેશન દ્વારા ગુરુવારે તળાવના કેચમેન્ટ એરિયામાં બનાવાયેલા બિલ્ડિંગો તોડવાની કાર્યવાહી શરુ કરાઈ હતી.અહીંયા આરિફ મસૂદે ઈન્દિરા કોલેજ પણ બનાવી છે.કેચમેન્ટ એરિયામાં બાંધકામ હોવાના કારણે ધારાસભ્યના ચાર બાંધકામને જમીન દોસ્ત કરી દેવાયા હતા.
આ પહેલા આરિફ મસૂદ સામે ફ્રાંસના રાષ્ટ્રપતિ સામે દેખાવો કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં પણ આવી છે.આરિફ મસૂદના દેખાવો દરમિયાન હજારો લોકોની ભીડ જમા થઈ હતી.આ દેખાવો કરવા માટે મસૂદે તંત્રની કોઈ પરવાનગી લીધી નહોતી અને દેખાવો દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.