ફ્રાન્સમાં ફરી લોકડાઉન,કોરોનાના કેસની સંખ્યા 46.46 લાખ

કોરોનાના કેસ ફ્રાન્સમાં સતત વધી રહ્યા છે. જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 31 માર્ચે ફ્રાન્સમાં 29 હજાર 575 કેસ નોંધાયા હતા.

કોરોનાના ખતરાને જોતાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ આખા દેશમાં 4 અઠવાડિયાનું એટલે કે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યું છે. બુધવારે એક સંબોધનમાં રાષ્ટ્રપતિએ આ જાહેરાત કરી હતી.

રાષ્ટ્રપતિ મેક્રોએ કહ્યું કે કડક પગલાં લેવાની જરૂર છે નહીં તો નિયંત્રણ રાખવું મુશ્કેલ બનશે.

ફ્રાન્સમાં દેશવ્યાપી લોકડાઉન સમયે ફક્ત જીવન જરૂરી સામાનની દુકાનો ખુલ્લી રાખવાની પરમિશન આપવામાં આવી છે. ઓફિસ જવાને બદલે લોકો વર્ક ફ્રોમ હોમ કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.