ફ્રાંસ મુદ્દે આક્રમક ઇમરાન ખાન ચીનમાં ઉઇગર મુસ્લિમો પર ચૂપ કેમ?: પાકિસ્તાની મીડિયા

– પાકિસ્તાની મીડિયામાં ઇમરાન ખાનના બેવડા વલણ પર અરાજક્તા 

– ખુદ પાકિસ્તાનમાં લઘુમતી કોમને ધાર્મિક આઝાદી નથી અને ફ્રાન્સમાં ધાર્મિક આઝાદી હોવી જોઈએ તેવા ભાષણ આપો છો

પાકિસ્તાનના બેવડા વલણ સામે પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં અભિયાન શરુ થયું છે. ફ્રાંસને ધાર્મિક આઝાદીની સલાહ આપતું પાકિસ્તાન ચીનના ઉઇગર મુસ્લિમની હાલત પર મૌન ધારણ કર્યું છે. પાકિસ્તાનના પત્રકાર કુઅંર ખુલદને શાહિદનું કહેવું છે કે દેશમાં અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળોની સંખ્યામાં તાજેતરના વર્ષોમાં ઘટાડો થયો છે.

પૈગંબર મોહમ્મદના કાર્ટુનને લઇને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈંન્યુઅલ મેક્રૌંની સામે પાકિસ્તાન સરકાર અને વડાપ્રધાનના નિવેદનનો ઉલ્લેખ કરતા શાહિદે કહ્યું કે પાકિસ્તાનના નેતાઓ ફ્રાંસના મુસ્લિમોમાં વધારે રસ ધરાવે છે જ્યારે ઉઇગર મુસ્લિમ પર મૌન છે. ફ્રાંસમાં ઇસ્લામ આગળ વધી રહ્યો છે. 1971માં 33 મસ્જિદ હતી જ્યારે અત્યારે 2500 છે.

પાકિસ્તાન અન્ય ધર્મો પ્રત્યે અસહિષ્ણુતાનું પાલન નથી કરી શકતું, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળોની સંખ્યા ઘટી રહીં છે. અહમદિયાની સામે ધાર્મિક ભેદભાવ અને દર વર્ષે એક હજાર લોકો ઇસ્લામમાં ધર્મ પરિવર્તન છતા, પાકિસ્તાનને લાગે છે કે તેઓ ફ્રાંસને ધાર્મિક આઝાદી પર લેક્ચર આપી શકે છે. કેમ ?

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.