ફ્રાન્સથી આવેલા રાફેલને ચીન-પાકિસ્તાનને નિયંત્રણમાં રાખવા 10 સપ્ટેમ્બરે વાયુસેનામાં શામેલ કરવામાં આવશે

A picture taken aboard a supplying plane on June 29, 2010 over Chateaudun, western France shows a Rafale fighter jet performing during a training flight ahead of the Bastille Day military air parade in Paris. The parade is held each year on July 14, the anniversary of the storming of the Bastille fortress in Paris by revolutionaries in 1789. AFP PHOTO BORIS HORVAT (Photo by BORIS HORVAT / AFP)

ફ્રાન્સથી આવેલા 5 રાફેલ પ્લેન 10 સપ્ટેમ્બરે એરફોર્સમાં સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં હરિયાણાના અંબાલા એરબેઝમાં કાર્યક્રમ યોજાશે. ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લેને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરાશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને આ જાણકારી આપી છે.

રિપોર્ટ મુજબ, રાજનાથ સિંહ રશિયાથી પાછા આવ્યા બાદ રાફેલને વાયુસેનામાં સામેલ કરવાની યોજના છે. રાજનાથ 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી રશિયાના પ્રવાસે છે. ત્યાં તેઓ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓની મીટિંગમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, ગત 29 જુલાઈએ રાફેલ પ્લેન ફ્રાન્સથી ભારત પહોંચ્યા હતા. તેના 24 કલાકમાં જ તે ઓપરેટ કરવાની ટ્રેનિંગ શરૂ થઈ ગઈ હતી. તેને એરફોર્સના 17 ગોલ્ડન એરોઝ સ્ક્વાડ્રનમાં સામેલ કરાશે. ફ્રાન્સથી આવેલા વિમાનોમાં ત્રણ સિંગલ સીટર અને બે ટૂ-સીટર છે. રાફેલ વિમાન લદાખના વિસ્તારોમાં પહેલેથી જ ઉડી રહ્યા છે. રાફેલમાં હવામાંથી હવામાં અને હવામાંથી જમીન પર વાર કરવાની ક્ષમતા છે. રાફેલમાં લગાવાયેલી હેમર મિસાઈલ ભારતીય વાયુસેનાને ચીન અને પાકિસ્તાન સામે ટક્કર લેવા માટે વધુ બળ પુરું પાડશે.

ભારતે ફ્રાન્સ સાથે લગભગ 60,000 કરોડ રૂપિયામાં 36 રાફેલ ખરીદવાનો કરાર કર્યો છે, જેમાંથી મોટાભાગની ચૂકવણી પહેલેથી જ ફ્રાન્સીસી ફર્મ ડસોલ્ટ એવિએશનને કરવામાં આવી છે.

2016માં તત્કાલીન સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકરે આ કરાર કર્યા હતા. 2018-19માં તત્કાલીન સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે વિપક્ષ દ્વારા આ સોદામાં ભ્રષ્ટાચારના આરોપોનો જવાબ આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જ્યારે રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી બન્યા, તો તેમણે દશેરા પ્રસંગે ઓક્ટોબર 2019માં ભારત માટે પહેલું રાફેલ લેવા ફ્રાન્સ ગયા હતા. આ દરમિયાન તેમણે પૂજા કરી હતી અને વિમાનમાં સવારી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતને આગામી 10-12 વર્ષોમાં જુદા-જુદા પ્રકારના 300થી વધુ ફાઈટર પ્લેનની જરૂર છે, જે ભારતીય અને વિદેશી બંને સ્ત્રોતોથી મળવાની યોજના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.