ગૂગલ મેપ પરથી ઇસ્કોન ક્લબની સાઈટ અને નંબર હટાવી ખોટી સાઇટ અને નંબર લગાવી ચેતરપિંડી

ભાવનગરની ઇસ્કોન કલબની હોટલ ઇસ્કોન કલબની ગૂગલ મેપની હોટલની અધિકૃત બુકિંગ વેબસાઈટ ફર્નહોટેલ્સ.કોમ અને લેન્ડ લાઈન ફોન નમ્બર હટાવી તેના સ્થાને હોટેલગેલેક્સી અને ફર્નહોટેલ્સ.સાઇટ તેમજ બે મોબાઈલ નંબર ઉમેરી ગ્રાહકોનું બુકિંગ કરી પોતાના બેન્ક એકાઉન્ટમાં રૂ.૧,૦૩,૨૨૦ ટ્રાન્સફર કરવી છ ગાહકો અને રિસોર્ટ સાથે છેતરપિંડી. કરી હોવાની ફરિયાદ રિસોર્ટના મેનેજર આનંદ ઠક્કરે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર બનાવાની વિગત જોઈએ તો અજાણ્યા શખ્સે અલગ-અલગ દિવસે હોટલ હોટલ ઇસ્કોન ધ ફર્ન રીસોર્ટ એન્ડ સ્પા ના ગુગલ મેપના પ્રોફાઇલ પર હોટલની અધિકૃત બુકીંગ વેબસાઈટ http://www.fernhotels.com તથા ફોન નંબર ૦૨૭ ૮૬૬૪૦૪૦૦ હટાવી તેના મોબાઇલ નંબર ૮૯૧૮૯૩૭૬૬૪ તથા ૯૩૩૭૬૯૫૮૫૭ તથા વેબસાઇટ http://https ://ww w.hotelgalaxy.cf/iscon/તથા વેબસાઇટ https://fernhotels.site/ ઉમેરી તેના ગ્રાહકો સાથે હોટલ બુકિંગના નામે પોતાના ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના એકાઉન્ટ નંબર ૦૫૨૪૧૦૧૫૬૨૪૯ ifsc IPOs00000010 પર કુલ રૂ.૧,૦૩,૨૨૦ ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ રિસોર્ટના મેનેજર આનંદ ઠક્કરે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે હાલ સાયબર પોલીસે આ ફરિયાદ નોંધ અને ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.