ભગવાનનાં ધામમાં પણ છેતરપિંડી.. ભકતોએ ચઢાવેલ ચાંદી નીકળ્યું..

બનાસકાંઠામાં માં અંબાનાં ધામમાં પૂજાપાનાં વેપારીઓ ભકતોને ચૂનો ચોપડા હોવાનું સામે આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં મંદિરે ટ્રસ્ટે ભાદરવી પૂનમ બાદ ભંડારાની ગણતરી ચઢાવલી ચાંદી નકલી હોવાનું સામે આવ્યું હતું.

15 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ 20 સપ્ટેમ્બર સુધી 5 થી 6 લાખ જેટલાં જ યાત્રિકો અંબાજી આવ્યાં હતાં. ભંડારમાં છૂટક દાન ભેટ નાંખવામાં આવે છે. તેની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જો કે મંદિરમાં મોટી સંખ્યામાં આવેલાં ચાંદીનાં આભૂષણોમાં 90% જેટલાં આભૂષણો ખોટા હોવાનું સામે આવ્યું છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

એક તરફ ચાંદી ખરીદનારા ભક્તો લૂંટાય છે, તો બીજી તરફ મંદિરને પણ મોટી ખોટનો સામનો કરવો પડે છે. જેથી યાત્રિકોએ આવા આભૂષણો કોઈ પણ દુકાનથી ન ખરીદીને ચોકસાઈવાળી દુકાનેથી ખરીદવા જોઈએ. એટલુ જ નહિ, મંદિરમાં લાખો રૂપિયાનું પરચૂરણ આવે છે. જેથી બેંકો પણ હવે તે સ્વીકારતી નથી. અંબાજી મંદિરમાં હાલ 60 થી 70 લાખ રૂપિયાના પરચૂરણનો ભરાવો થયો છે. જેથી મંદિર ટ્રસ્ટે પરચૂરણની જરૂરીયાતવાળા લોકોને ઘર બેઠા પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.