LPG પર સબ્સિડી મેળવનારા ગ્રાહકો માટે જરૂરી સમાચાર સામે આવ્યા છે. ઉજ્જવલા સ્કીમના આધારે ફ્રી LPG ગેસ કનેક્શન પર મળનારી સબ્સિડીમાં ફેરફાર આવવાની મોટી શક્યતા રહેલી છે.
મળતા રિપોર્ટ અનુસાર યોજના હેઠળ, નવા જોડાણો માટે સબસિડીના હાલના માળખામાં ફેરફાર થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલિયમ મંત્રાલયે બે નવા સ્ટ્રક્ચર પર કામ શરૂ કરી દીધું છે અને તેને જલ્દી જ બહાર પાડવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં એક કરોડ નવા કનેક્શન આપવાની જાહેરાત કરી હતી પરંતુ હવે સરકાર OMCs વતી એડવાન્સ પેમેન્ટ મોડલમાં ફેરફાર કરી શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે એડવાન્સ પેમેન્ટ કંપની 1600 રૂપિયાની એકમ રકમ વસૂલશે. અને હાલમાં OMCs EMI ના રૂપમાં એડવાન્સ રકમ વસૂલે છે, જ્યારે આ બાબતથી વાકેફ નિષ્ણાતોના મતે સરકાર યોજનામાં બાકીની 1600ની સબસિડી આપવાનું ચાલુ રાખશે.
સરકારની ઉજ્જવલા યોજના હેઠળ ગ્રાહકોને 14.2 કિલોનો સિલિન્ડર અને ગેસ આપવામાં આવે છે. તેની કિંમત લગભગ 3200 રૂપિયા છે અને તેને સરકાર તરફથી 1600 રૂપિયાની સબસિડી મળે છે જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) 1600 રૂપિયા એડવાન્સ આપે છે અને જોકે OMCs રિફિલ પર સબસિડીની રકમ EMI તરીકે વસૂલ કરે છે.
Ujjwala scheme માં રજિસ્ટ્રેશન કરાવવાનું સરળ છે.
ઉજ્જવલા યોજનાના આધારે ગેસ કનેક્શન માટે બીપીએલ પરિવારની કોઈ મહિલા એપ્લાય કરી શકે છે.
આ યોજનાની જાણકારી તમને અધિકૃત વેબસાઈટ pmujjwalayojana.com પર થઈ મળી રહેશે
રજિસ્ટ્રેશન કરાવવા માટે સૌથી પહેલા એક ફોર્મ ભરીને નજીકના એલપીજી ડિસ્ટ્રીબ્યુટરને આપવાનું રહેશે.
આ ફોર્મમાં જે મહિલાએ એપ્લાય કર્યું છે તેનું પૂરું નામ, જનધન બેંક એકાઉન્ટ અને પરિવારના સભ્યોના આધાર નંબર પણ આપવાના રહેશે.
બાદમાં તેને પ્રોસેસ કર્યા બાદ દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીના યોગ્ય લાભાર્થીને એલપીજી કનેક્શન ચાલુ રાખે છે.
જો કોઈ ગ્રાહકો EMI નો વિકલ્પ પસંદ કરે છે તો તેની રકમ સિલિન્ડર પર મળનારી સબ્સિડીમાં એડજેસ્ટ કરવામાં આવી શકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.