સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ, આવનારા બે વર્ષોમાં એક કરોડથી વધુ, ફ્રીમાં LPG કનેક્શનની કરશે વહેંચણી

સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવનારા બે વર્ષોમાં એક કરોડથી વધુ ફ્રીમાં LPG કનેક્શનની વહેંચણી કરશે. દરેક ગરીબ પરિવારોને ફ્રીમાં LPG કનેક્શન મળે એ સરકારનું લક્ષ્ય છે. સરકાર હવે રેસિડેન્સ પ્રૂફ વગર એલપીજી કનેક્શન આપી રહી છે.

યોજના હેઠળ સરકાર ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારો માટે ઘરેલૂ રસોઈ ગેસ એટલે LPG કનેક્શન ફાળવે છે. ચાર વર્ષ દરમિયાન ગરીબ મહિલાઓના ઘરોમાં રેકોર્ડ 8 કરોડ મફત એલપીજી કનેક્શન પહોંચ્યા છે.

1600 રૂપિયા પ્રતિ કનેક્શનની કિંમતમાં સિલિન્ડર, પ્રેશર રેગ્યૂલેટર, બુકલેટ, સેફ્ટી હાઉસ વગેરે સામેલ છે. તેના તમામ ખર્ચ સરકાર ઉપાડે છે. ગ્રાહકોને માત્ર સિગડી ખરીદવાની હોય છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.