દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ પહેરવા માટે અમેરિકાના બે દિગ્ગજ ઉદ્યોગપતિઓ માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટસ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે.
ગયા મહિને બિલ ગેટસ જેફ બેઝોસને હટાવીને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.થોડાક જ દિવસમાં એમેઝોનના શેરની કિંમતમાં આવેલા ઉછાળા બાદ બેઝોસે પાછુ નંબર વનનુ સ્થાન મેળવી લીધુ હતુ.જોકે હવે ફરી એક વખત બિલ ગેટ્સના માથે દુનિયાના સૌથી અમીર વ્યક્તિનો તાજ મુકાયો છે.
એવુ મનાઈ રહ્યુ છે કે, 25 ઓક્ટોબરે અમેરિકાના સંરક્ષણ વિભાગે માઈક્રોસોફ્ટને 10 અબજ ડોલરનો ક્લાઉડ કોમ્પ્યુટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.