ગાંધીનગરમાં 18 થી 22 ઓક્ટોબર દરમિયાન ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવશે. એ જ સમયગાળા દરમિયાન રિવરફ્રન્ટ પર એર-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસોમાં નેવી, કોસ્ટ ગાર્ડ અને એરફોર્સના ફાઈટર જેટ્સ દરરોજ સાંજે 4.20 થી 6.20 સુધી એર શો કરશે.સારંગ નામ ‘મોર’ માટે સાંસ્કૃતિક શબ્દ છે. સારંગ એ ભારતીય વાયુસેનાની હેલિકોપ્ટર એર ડિસ્પ્લે ટીમ છે જે 4 સંશોધિત HAL ધ્રુવ હેલિકોપ્ટર ઉડે છે, જે એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) તરીકે ઓળખાય છે. આ સિવાય રેસ્ક્યુ ઓપરેશન પણ જોવા મળશે. આ અંતર્ગત બુધવારે નેવી અને કોસ્ટ ગાર્ડના ALH હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.જેમાં હેલિકોપ્ટર એરોબેટિક્સ ટીમ ‘સારંગ’ સામેલ થશે.
જે આકાશમાં વિવિધ રંગબેરંગી ફોર્મેશન સ્ટંટ કરીને લોકોને મંત્રમુગ્ધ કરશે. એર શોમાં લાલ રંગનું નાનું સરોંગ હેલિકોપ્ટર આકર્ષણનું કેન્દ્ર બનશે.આ ટીમની રચના 2003માં થઈ હતી અને તેણે 2004માં સિંગાપોરમાં ડેબ્યૂ કર્યું હતું. આગામી બે દિવસમાં સારંગ અમદાવાદ એરપોર્ટ પહોંચશે.આ સારંગ હેલિકોપ્ટરને ભારતીય વાયુસેનાના ખાસ કાર્ગો પ્લેનમાં લાવવામાં આવશે. સારંગ નામ ‘મોર’ માટે સાંસ્કૃતિક શબ્દ છે. સારંગ એ ભારતીય વાયુસેનાની હેલિકોપ્ટર એર ડિસ્પ્લે ટીમ છે જે 4 સંશોધિત HAL ધ્રુવ હેલિકોપ્ટર ઉડે છે, જે એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) તરીકે ઓળખાય છે. આ ટીમની રચના 2003માં થઈ હતી અને તેણે 2004માં સિંગાપોરમાં ડેબ્યૂ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.