અરે બાપ રે..નવા મુખ્યમંત્રીના નામ પાછળ 50,000 થી લઇને પાંચ લાખ સુધીનો સટ્ટો.

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે ? મૂળ રાજકોટના વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ હવે રાજકોટમાં બૂકી બજારમાં શોખથી સટ્ટો શરુ થયો છે. ખાસ મેચ ન હોવાથી બૂકીમાં 50000 થી પાંચ લાખ રુપિયા સુધીમાં લાખોનો સટ્ટો બૂક થવાની ધારણા વ્યકત થાય છે.

મુખ્યમંત્રી પદ માટે ચાર થી પાંચ નામો ચાલે છે. અથવા નવું નામ આવે તેના ઉપર 50000 થી લઇને પાંચ લાખ રૂપિયાના સટ્ટાનો ડબ્બો બૂક થઈ રહ્યો છે. કોઇપણ ખેલી નવા મુખ્યમંત્રી તરીકે જે નામ આપે અને સટ્ટો બૂક કરે તેટલી રકમ સીધી જ હાર કે જીતને ડબ્બો કહેવાય છે.

બૂકી બજારનાં સૂત્રો કહે છે કે, આગામી મુખ્યમંત્રી પટેલ હશે લગભગ નિશ્ચિત છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપરાંત નીતિન પટેલ ,ગોરધન ઝડફિયાના નામે સપાટી ઉપર છે.

https://www.youtube.com/watch?v=c4Vj12rGPnA

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.