1 ઓગસ્ટથી આ બેંકના ચેક, ગેસની કિંમતો અને બેન્કિંગ સાથે સંકળાયેલા આ નિયમો બદલાઈ જશે જાણો વિગતવાર….

1 ઓગસ્ટથી બેંક ઓફ બરોડાના ચેક જમા કરાવવા માટેના નિયમો બદલાઈ જશે. દર મહિનાની પહેલી તારીખે જ રસોઈ ગેસની કિંમત નક્કી થાય છે. સાથે જ ઓગસ્ટમાં બેંક પણ ઘણા દિવસ બંધ રહેવાની છે અને આ રીતે ઘણી વસ્તુઓ 1 ઓગસ્ટ, 2022 થી બદલાઈ જશે. થોડાં દિવસ પછી ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ જશે. 1 ઓગસ્ટથી પૈસાની લેવડ-દેવડ સાથે જોડાયેલા નિયમો બદલાવાના છે. દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી થાય છે. 1 ઓગસ્ટથી બેંક ઓફ બરોડા ચેક સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંક ઓફ બરોડામાં પોઝિટીવ પે સીસ્ટમની શરૂઆત થનાર છે. સાથે જ ઓગસ્ટમાં ઘણા તહેવારો મનાવવામાં આવશે તેથી આ મહિનામાં બેંક વધુ દિવસ બંધ રહેશે.

1 ઓગસ્ટથી બેંક ઓફ બરોડાના ચેક જમા કરાવવા માટેના નિયમો બદલાઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈનનું પાલન કરતા બેંક ઓફ બરોડાએ ચેક પેમેન્ટના નિયમોમાં બદલાવ કર્યો છે અને બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને સૂચિત કરી દીધા છે કે 1 ઓગસ્ટથી પાંચ લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રકમવાળા ચેક પેમેન્ટ માટે પોઝિટીવ પે સિસ્ટમ લાગુ કરી દીધી છે.

જે હેઠળ ચેક જમા કરનારે ચેકથી જોડાયેલ દરેક જાણકારી બેંકને SMS, Net Banking અથવા તો મોબાઈલ એપથી આપવાની રહેશે. એ પછી જ ચેક ક્લિયર થશે અને જો કોઈ ચેક જમા કરે છે તો તેનો નંબર, પેમેન્ટની રકમ અને પેમેન્ટ મેળવનારનું નામ જેવી ઘણી જાણકારી બેંકને આપવાની રહેશે..

દર મહિનાની 1 તારીખે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી થાય છે. 1 ઓગસ્ટે સરકારી ઓઈલ માર્કેટીંગ ગેસ કંપનીઓ સિલિન્ડરનો રેટ નક્કી કરશે અને ગયા વખતની જેમ થઈ શકે છે કે આ વખતે પણ રસોઈ ગેસની કિંમતમાં વધારો જોવા મળી શકે છે.

ઓગસ્ટમાં મહિનામાં કુલ 18 દિવસ બેંક બંધ રહેશે અને રિઝર્વ બેંકે ઓગસ્ટમાં ઘણા દિવસ બેંક બંધ રેહવાની જાહેરાત પોતાની સૂચનામાં કરી છે. ઓગસ્ટમાં મોહરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા ઘણા તહેવાર છે જેમાં બેંકનું કામ બંધ રહેશે અને એ સિવાય બીજા અને ચોથા શનિવારે પણ બેંક બંધ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.