હવેથી મૉલ-મલ્ટિપ્લેક્સ કે થિયેટરમાં ખાણીપીણીની વસ્તુઓ લઈ જઈ શકાશે

અત્યાર સુધી થિયેટર, મલ્ટિપલેક્સ, વોટરપાર્ક જેવા સ્થળોએ સંચાલકો દ્વારા લોકોને ખાણીપીણીની ચીજવસ્તુઓ કે પાણી લાવવા પર પ્રતિબંધ લદાતો હોય છે. જો કે કાયદા વિશેની જાગૃતિના અભાવે મોટી સંખ્યામાં ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બનતાં હોય છે, પરંતુ ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 અન્વયે કોઈ નાગરિકને ખાણીપીણીની ચીજવસ્તુઓ સાથે આવતો રોકી શકાય નહીં.

થિયેટર, મલ્ટિપ્લેક્સ, વોટરપાર્ક કે અન્ય મનોરંજક કાર્યક્રમના સ્થળે પોતાના મળતિયાઓને મોટો ધંધો મળી રહે તે માટે તેના સંચાલકો મનઘડંત નિયમો બનાવીને લોકોને પરેશાન કરતાં હોય છે અને આવા સ્થળોેએ ખાણીપીણીની ચીજવસ્તુઓ લાવવા દેતા નથી હોતા. કારણ કે જો આવી વસ્તુ ન લાવવા દેવાય તો જ નાગરિકો તેમના સ્થળે બનાવાયેલા સ્ટોલમાં ઊંચા ભાવે ખાણીપીણીની વસ્તુઓ ખરીદે.

આ વ્યવહાર કાયદાથી તદ્દન વિરૂદ્ધ છે. જાણકારોના મતે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ મલ્ટિલેક્સ, થિયેટર કે કોઈપણ મનોરંજક કાર્યક્રમ આવી જાય છે. જેમાં કોઈપણ ગ્રાહકને પોતાનો જ માલ ખરીદે તેવી બળજબરી ન કરી શકાય.

ગ્રાહક પોતાની પસંદગીની મુવી જોવા થિયેટરમાં આવે ત્યારે તેને પોતાની પસંદગીનો ખોરાક મળવો જોઈએ. તેના ઉપર થિયેટર માલિકો કોઈપણ શરતો થોપી ન શકે..

આમ, ગ્રાહકને અસરકર્તા કોઈપણ વિષય પર ગ્રાહક કે ગ્રાહકવર્ગ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કલેક્ટરને સત્તા આપવામાં આવી છે. આથી કોઈપણ ગ્રાહક કેન્દ્રીય સત્તામંડળ કે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી શકશે અને કલેક્ટર તે અંગે નિર્ણય લઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.