સુરત શહેરના વરાછા સહિતના અન્ય વિસ્તારોમાં મોજશોખ માટે બાઇક ચોરી કરતી ગેંગ પકડાઈ છે. પોલીસે ગેંગના પાંચ સભ્યોને પકડી પાડ્યા છે. પોલીસે એક યુવક તેમજ ચાર સગીરની અટકાયત કરી હતી. આ ટોળકી જ્યાં બાઇકમાંથી પેટ્રોલ ખુટી જાય ત્યાં ચોરેલી બાઇક મુકીને બીજી બાઇક ચોરી કરવામાં મંડાઇ પડતા હોવાનું પોલીસે કહ્યું હતું.
વરાછા પીઆઇ અલ્પેશ ગાબાણીના જણાવ્યા પ્રમાણે વરાછા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો અને ત્યારે તેઓએ વરાછા મેઇન રોડ ઉપરથી બાઇક લઇને પસાર તા આરોપી વિપુલ ઉર્ફે માકડો ભોળાભાઇ ડાભલ્યા તેમજ બીજા ચાર સગીરને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી કુલ્લે 9 બાઇક પકડી પાડી હતી.અને આ તમામ બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે ચારેય સગીરો તેમજ વિપુલ ડાભલ્યા બાઇક ચોરી કરીને મોજશોખ માટે ફેરવતા હતા અને જ્યારે પણ બાઇકમાં પેટ્રોલ ખાલી થઇ જાય ત્યારે તેને અવાવરું જગ્યાએ મુકીને બીજી બાઇક ચોરી કરવામાં મંડાઇ પડતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.