Fruit Face Pack : શિયાળામાં કીવી લાવશે ચહેરા પર નિખાર..!

કીવી એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ફ્રૂટ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તો આ અમૃત સમાન છે. પરંતુ શું તમે જાણો છો કે હેલ્થની સાથે-સાથે સ્કિનને ગ્લૉઇંગ અને ફ્રેશ બનાવવા માટે પણ કીવીનો ઉપયોગ કરવામાં આવે છે. કીવીના ફેસ પેકને તમે અલગ-અલગ વસ્તુઓ સાથે મિક્સ કરીને બનાવી શકો છો અને આ શિયાળામાં સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી સ્કિન થોડાક જ સમયની અંદર ગ્લોઈંગ દેખાવા લાગે છે. આ સ્કિનને પોષણ આપે છે અને કરચલીઓની સમસ્યાઓને પણ ખત્મ કરે છે. 

કીવીના ફેસપેકના ફાયદા :-

કીવીમાં વધુ પ્રમાણમાં વિટામિન-સી અને ફાઇટોકેમિકલ્સ હોય છે. કીવીમાં ફેનોલિક્સ અને કૈરોટેનૉઈડ હોય છે, જે સ્કિન માટે ખૂબ જ લાભદાયી હોય છે. કીવીમાં રહેલા તમામ વિટામિન્સ ત્વચાને હીલ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત કીવીમાં કોલેજન પણ હોય છે. કોલેજન એક પ્રકારનું પ્રોટીન હોય છે, જે ત્વચાને સ્વસ્થ બનાવી રાખે છે. આ સાથે જ આ ખીલ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. કીવીમાં રહેલા એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ ત્વચા સાથે સંકળાયેલા તમામ સમસ્યાઓથી છૂટકારો અપાવે છે.

કીવીનાં ફેસ પેક

દહીં અને કીવીનું ફેસ પેક

કીવી અને દહીને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી તેની ગુણવત્તા વધારે વધી જાય છે. આ ફેસપેકથી સ્કિન કોમળ અને ચમકદાર બને છે. આ ફેસપેકથી ત્વચાને ઇલાસ્ટિસિટી પણ મળે છે.

સામગ્રી :-

– એક કીવીનો પલ્પ

– 1 ચમચી દહીં

બનાવવાની રીત :- 

– એક બાઉલમાં કીવીનો પલ્પ લો અને તેમાં દહીં સારી રીતે મિક્સ કરો.

– હવે આ મિશ્રણને પોતાની ડોક અને ચહેરા પર સારી રીતે લગાઓ.

– 15 થી 20 મિનિટ સુધી તેને ચહેરા પર લગાવી રહેવા દો.

– થોડીકવાર બાદ હળવા ગરમ પાણીથી ચહેરાને ધોઇ નાંખો.

કીવી અને બદામનો ફેસપેક

કીવીની સાથે બદામનો ઉપયોગ કરવાથી ચહેરાના ડાઘ-ધબ્બા દૂર થાય છે. બદામમાં રહેલા એન્ટી-ઈફ્લેમેટરી ગુણ ત્વચાને જીવંત બનાવવામાં મદદ કરે છે. આ સાથે જ આ ફેસપેક ત્વચાને એક્સફૉલિયેટ કરવાનું કામ પણ કરે છે. તેનો ઉપયોગ ટેનિંગ ઓછું કરવા માટે પણ કરી શકાય છે.

સામગ્રી

– 1 કીવી

– 3 થી 4 બદામ

– 1 ચમચી બેસન

બનાવવાની રીત :-

– બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો.

– બીજા દિવસે બદામ, બેસન અને કીવીના પલ્પને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવી લો.

– હવે આ ફેસપેકને ચહેરા અને ડોક પર લગાઓ.

– 15-20 મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઇ નાંખો.

લીંબૂ અને કીવીનો ફેસપેક

કીવી અને લીંબૂને એક સાથે લગાવવાથી આ ફેસપેકની ગુણવત્તા વધી જાય છે. લીંબૂમાં વિટામિન-સી હોય છે જે ત્વચા માટે એન્ટી-ઑક્સીડેન્ટનું કામ કરે છે. લીંબૂ હાનિકારક યૂવી કિરણોથી પણ ત્વચાની સુરક્ષા કરે છે.

સામગ્રી

– 1 કીવી

– 1 ચમચી લીંબૂનો રસ

બનાવવાની રીત :-

– કીવીમાંથી તેનું પલ્પ કાઢીને સરખી રીતે મેશ કરી લો.

– હવે તેમાં લીંબૂનો રસ સારી રીતે મિક્સ કરી લો.

– પોતાના ચહેરા અને ડોક પર તેનું મિશ્રણ લગાઓ.

– 15 થી 20 મિનિટ બાદ પાણીથી ધોઇ નાંખો.

કીવી અને કેળાનું ફેસ માસ્ક

કેળાથી ત્વચા ચિકણી અને કોમળ બને છે. આ કારણથી જો તમે કીવી અને કેળાનો એકસાથે ઉપયોગ કરશો તો ત્વચા વધારે સાફ અને ચમકદાર લાગશે. તેમાં એક્સફોલિયેટ ગુણ પણ હોય છે જે સનબર્નથી બચાવે છે.

સામગ્રી :-

– 1 કીવી

– 1 મોટી ચમચી છૂંદેલું કેળુ

– 1 મોટી ચમચી દહીં

બનાવવાની રીત :-

– એક બાઉલમાં કીવીનું પલ્પ અને કેળા સારી રીતે મિક્સ કરી લો.

– તેમાં હવે દહીં નાંખો અને સારી રીતે મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો.

– તેને પોતાના ચહેરા અને ડોક પર લગાઓ.

– 20 થી 30 મિનિટ બાદ ચહેરાને પાણીથી ધોઇ નાંખો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.