પોલીસે જણાવ્યું હતું કે, સુરત શહેર વિસ્તારમાં આવેલા વાઈટલ ઈન્સ્ટોલેશન, એરપોર્ટ, હજીરાપોર્ટ, વી.વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા શહેર પો.કમિશનર વિસ્તારમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલા ડ્રોન કે રીમોર્ટ કંટ્રોલ સંચાલિત એરીયલ મિસાઈલ, હેલીકોપ્ટર કે પેરાકલાઈડર, રીમોર્ટ કંટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવનાર સંચાલકે કે જેઓ પોતાના અંગત વ્યવસાય માટે રાખતા હોય છે તેઓએ આ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવી કે, મોડલ નંબર, વજન, ક્ષમતાની વિગતો વગેરે માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે.
એરપોર્ટના ત્રણ કિલોમીટરના પરીઘમાં તેમજ વાઇટલ ઇન્સ્ટોલેશનના બે કિલોમીટરના પરીઘમાં, દરિયાકિનારાના 500 મીટરના આગળના ભાગે આવેલ જમીન ઉપરના ગ્રાઉન્ડ સ્ટેશનના ફીલ્ડ પ્લેટફોર્મના વિસ્તારમાં ‘ નો U.A.V ( Unmanned Aerial Vehicle) ફ્લાય ઝોન જાહેર કર્યો છે. નેનો ડ્રોન એટલે કે 250 ગ્રામ અથવા 250 ગ્રામ કરતા ઓછા વજનના ડ્રોન સિવાયનાનો ઉપયોગ કરતાં પહેલા તથા ડ્રોન કે અન્ય સંસાધન કોઇને ભાડે આપવામાં આવે તેની જાણ 24 કલાક પહેલા નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને કરવાની રહેશે.
નોંધનીય છે કે, સુરક્ષા એજન્સીના રીમોટ કંટ્રોલ માઈક્રો લાઈટ એરક્રાફટને જાહેરનામાંથી મુકિત આપવામાં આવી છે. આ જાહેરનામું તા.10/04/2022 સુધી અમલમાં રહેશે.અને હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.